પારસ કલનાવતે ઝલક દિખલા જા ૧૦ માટે ડાન્સ રિહર્સલની તસવીર શેર કરતાં તેજ થઈ ડેટિંગની અટકળો

અગાઉ ઉર્ફી જાવેદને ડેટ કરતો હતો પારસ કલનાવત
પારસ કલનાવતે નિયા શર્માના પ્રેમમાં પડ્યો?
મુંબઈ, પોપ્યુલર સીરિયલ અનુપમા શરૂ ત્યારથી સમરનું પાત્ર ભજવી રહેલા પારસ કલનાવતને ગયા મહિનાના અંતમાં રાતોરાત મેકર્સે બહાર કરી દીધો હતો, જેના કારણે તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આમ તો તેનો કોન્ટ્રાક્ટ ૩ વર્ષનો હતો પરંતુ પ્રોડક્શન હાઉસ એક વર્ષ પહેલા જ ખતમ કરી દીધો હતો.
એક્ટર હવે તે સમગ્ર કિસ્સાને ‘ખરાબ સપનું’ માનીને આગળ વધી ગયો છે અને ખૂબ જલ્દી સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા ૧૦માં જાેવા મળવાનો છે. થોડા દિવસ પહેલા તમામ કન્ટેસ્ટન્ટનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે અને તેમાં પારસ કલનાવતને ફેન્સે ખૂબ પસંદ કર્યો હતો. આ બધાની વચ્ચે એક્ટર વધુ એક વાતને લઈને લાઈમલાઈટમાં આવ્યો છે અને તે છે તેની ડેટિંગ લાઈફ.
View this post on Instagram
રિપોર્ટ્સ પ્રમાણે, એક્ટરના જીવનમાં ફરીથી પ્રેમનું આગમન થયું છે. રિપોર્ટ્સનું માનીએ તો પારસ કલનાવતની ઝલક દિખલા જા ૧૦’ની કો-કન્ટેસ્ટન્ટ નિયા શર્મા સાથેની નિકટતા ધીમે-ધીમે વધી રહી છે. જાે કે, અત્યારસુધીમાં પારસ અને નિયા ક્યારેય પણ સાથે જાેવા મળ્યા નથી. પારસ કલનાવતે હાલમાં જ શો માટેના ડાન્સ રિહર્સલની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેણે બ્લેક ટીશર્ટ અને મેચિંગ ટ્રાઉઝર પહેરી છે. તેની સાથે એક છોકરી પણ છે, જેની માત્ર પીઠ દેખાઈ રહી છે અને ચહેરો દેખાઈ રહ્યો નથી.
તસવીરની સાથે તેણે લખ્યું છે ‘ગુડન્યૂઝ, અંદાજાે લગાવો કોણ?. પોસ્ટના કેપ્શનમાં જ્યાં તેના કેટલાક ફેને તેને ડાન્સ કરતો જાેવાની ઉત્સુકતા વ્યક્ત કરી તો કેટલાક તે યુવતી બીજી કોઈ નહીં પરંતુ નિયા શર્મા હોવાની અટકળો લગાવી. પારસ કલનાવત અગાઉ પોતાના વિચિત્ર કપડાના કારણે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ સાથે રિલેશનશિપમાં હતો. બંનેની પહેલી મુલાકાત સીરિયલ ‘મેરી દુર્ગા’ના સેટ પર થઈ હતી.
સાથે કામ કરતાં બંને ક્લોઝ આવ્યા હતા અને થોડા મહિના બાદ તેમનું બ્રેકઅપ થયું હતું. એક ઈન્ટરવ્યૂમાં ઉર્ફી તેને પઝેસિવ ગણાવ્યો હતો અને તેના લીધે જ તેને ‘અનુપમા’માં કાસ્ટ ન કરાઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેના પર પ્રતિક્રિયા આપતાં પારસે કહ્યું હતું, તે કોઈના માટે પણ મનમાં કડવાશ રાખતો નથી. જાે તેને તકલીફ હોય તો તે વ્યક્તિને મોં પણ જ કહી દે છે. જ્યારે લોકો તેના વિશે વાત કરે છે ત્યારે મનમાં તેને શાંતિ થાય છે.ss1