પારસને સીરિયલ અનુપમાના કો-સ્ટાર્સ તરફથી મળ્યો સપોર્ટ

મુંબઈ, આશરે બે મહિના પહેલા પોપ્યુલર સીરિયલ અનુપમામાં રાતોરાત બહાર થયા બાદ પારસ કલનાવત હાલ માધુરી દીક્ષિત, નોરા ફતેહી અને કરણ જાેહર દ્વારા જજ કરવામાં આવી રહેલા સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૦માં વ્યસ્ત છે.
પોતાના પર્ફોર્મન્સથી તે માત્ર જજ જ નહીં પરંતુ ફેન્સના પણ દિલ જીતી રહ્યો છે. એક્ટરને જ્યારે ‘અનુપમા’માંથી પ્રોડક્શન હાઉસે બહાર કર્યો ત્યારે એક પણ કો-એક્ટર તેના સપોર્ટમાં ન બોલ્યો હોવાનો ખુલાસો તેણે પોતે જ કર્યો હતો.
જાે કે, પારસ હવે જ્યારે નવા શોમાં વ્યસ્ત છે ત્યારે એક બાદ એક કો-એક્ટર તેને સપોર્ટ આપીને ઉત્સાહ વધારી રહ્યા છે. અનુપમા સીરિયલમાં તોષુનું પાત્ર ભજવી રહેલા આશિષ મેહરોત્રાએ ઝલક દિખલા જા ૧૦ના લેટેસ્ટ એપિસોડમાંથી પારસ કલનાવતના પર્ફોર્મન્સની ઝલક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી અને લખ્યું હતું ‘તમે વધારે શક્તિ મળે ભાઈ.
આગળ વધતો રહે’, તો એક્ટરે પણ તેને રિશેર કરીને ‘ભાઈ’ લખ્યું હતું અને રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યું હતું. આ સિવાય થોડા દિવસ પહેલા પારસ કલનાવતે તેની કોરિયોગ્રાફર શ્વેતા શારદા સાથે એક રિલ શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું ‘ઝલક દિખલા જા ૧૦ના સ્ટેજ પર અમને સાથે જાેવા માટે તમે કેટલા ઉત્સાહિત છો?’.
પોસ્ટ પર કોમેન્ટ કરતાં ‘કિંજલ’નું પાત્ર ભજવી રહેલી નિધિ શાહે ‘ઓલ ધ બેસ્ટ’ લખ્યું હતું. ઝલક દિખલા જા ૧૦માં હાલમાં જ પહેલું એલિમિનેશન થયું હતું અને અલી અસગર બહાર થયો હતો. રિયાલિટી શોમાં જે કન્ટેસ્ટન્ટ્સ છે તેમાં નિયા શર્મા, ધીરજ ધૂપર, શિલ્પા શિંદે, પારસ કલનાવત, રુબિના દિલૈક, અમૃતા ખાનવિલકર, નિતિ ટેલર, ગાશ્મીર મહાજની, ગુંજન સિન્હા, ફૈઝલ શેખ તેમજ જાેરાવર કાલરાનો સમાવેશ થાય છે.
૩ સપ્ટેબરે શોનું પ્રીમિયર યોજાયું હતું. પારસ કલનાવતની વાત કરીએ તો આશરે બે મહિના પહેલા ‘અનુપમા’ના મેકર્સે તેનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો હતો, તે વાતથી એક્ટર ખૂબ નારાજ થયો હતો.
તેણે સીરિયલમાં કામ કરીને ખરાબ સપનું ગણાવ્યું હતું કે જ્યારે તેની એક્ઝિટ થઈ ત્યારે ગણ્યાગાંઠ્યાએ જ તેને મેસેજ અથવા ફોન કર્યો હતો. જેમાં સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, મુસ્કાન બામણે અને અલ્પના બુચનો સમાવેશ થાય છે. આ સિવાય રૂપાલી ગાંગુલીએ એકવાર પણ તેની સાથે વાત કરી નહોતી. એક્ટરે કહ્યું હતું કે, ઓનસ્ક્રીન માતા-પિતા તમારા રિયલ માતા-પિતા બની શકે નહીં.SS1MS