વડોદરામાં કારેલીબાગની શાળામાં છાત્રો વચ્ચેના ઝઘડામાં વાલીઓનો હંગામો
વાલીઓનો શાળા સંચાલકો સામે છાત્રોને માર માર્યો હોવાનો આક્ષેપ
વડોદરા, વડોદરાની કારેલીબાગ જીવન સાધના સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલીમાં વાતાવરણ ડહોળાયું હતું ધો.૪માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જેમાં એક વિદ્યાર્થીએ ધારદાર બ્લેડ વડે અન્ય એક વિદ્યાર્થીને ઈજા પહોચાડી હતી
જોકે ઘટનાને પગલે શાળાના આચાર્યને આ મામલે ફરિયાદ કરવામાં આવી ત્યારે ફરિયાદ કરનાર વિદ્યાર્થીના વાલીઓ દ્વારા ચાર વિદ્યાર્થીઓને માર મરાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સમગ્ર બનાવે વાલીઓના ટોળા સહિત હિન્દુ સંગઠનોના અગ્રણીઓ પણ શાળા ખાતે દોડી આવ્યા હતા.
વડોદરાની કારેલીબાગ વિસ્તારમાં આવેલ જીવન સાધના સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ સામાન્ય તકરારમાં વાલીઓ વચ્ચે આવતા હંગામો મચ્યો હતો ધો.પમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પણ બ્લેડ વડે હુમલો કર્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ પણ સ્કુલ ખાતે દોડી આવ્યા હતા.
શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટીને આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી. સ્કૂલના ટ્રસ્ટીએ જાણે કોઈ ઘટના બની જ ન હોય તેમ સમગ્ર ઘટનાને હળવાશથી લીધી હતી. વિદ્યાર્થી પર હુમલાની ઘટનાને સામાન્ય ગણાવી વાલીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું જેના કારણે વાલીઓમાં પણ શાળાના સંચાલકો વિરૂદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં બજરંગ દળના કાર્યકરો પણ સ્થળ પર આવી પહોચ્યા હતા અને આક્રોશ વ્યકત કર્યો હતો. સમગ્ર બનાવે વિસ્તારમાં તંગદિલી ફેલાવી દીધી હતી સમગ્ર બનાવે સામ સામે સમાધાન થતા કોઈ પોલીસ ફરિયાદ નહીં નોંધાવવામાં આવી હોવાની માહિતી મળી હતી.
શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે સંચામાંથી કાઢીને બ્લેડ મારી હતી અને અમે ત્રણ જણ મેડમને જણાવ્યું હતું કે જુબેરખાને આને બ્લેડ મારી છે ત્યારબાદ મેડમે વાલીઓને ફોન કર્યા અને તેઓ લોકોએ આવીને મારું ગળુ દબાવ્યુ ંઅને નીચે આ બીજા મારા મિત્રને ગળું દબાવી અને ઘસેડીને બહાર લઈને આવ્યા અને બીજાને બે લાફા માર્યા.