Western Times News

Gujarati News

સ્વરૂપ સંપતને જોતાં જ પરેશ રાવલને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો

મુંબઈ, ૬૭ વર્ષીય બોલિવૂડ એક્ટર પરેશ રાવલએ વર્ષ ૧૯૮૭માં એક્ટ્રેસ સ્વરૂપ સંપત સાથે લગ્ન કર્યા હતા. સ્વરૂપ સંપત વર્ષ ૧૯૭૯માં Miss India બન્યાં હતા. એક્ટર પરેશ રાવલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સ્વરૂપ સંપતને જાેતાં જ તેઓને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો.

પરેશ રાવલ પહેલી નજરમાં તેમના પ્રેમમાં પાગલ થઈ ગયા હતા અને મિત્રોને કહ્યું હતું કે એક દિવસ તેઓ સ્વરૂપ સંપત સાથે જ લગ્ન કરશે. પરેશ રાવલે સીધું જ કહ્યું હતું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. તેમણે ઘણાં વર્ષો સુધી ડેટિંગ કર્યું અને આખરે ૧૯૮૭માં લગ્ન કર્યા હતા.

સ્વરૂપ સંપત વર્ષ ૧૯૮૪માં આવેલી ફિલ્મ ‘કરિશ્મા’માં કમલ હાસન અને રીના રોય સાથે જાેવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેઓ બિકીની સીન્સને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. તેઓની બાકીની ફિલ્મોની વાત કરીએ તો તેઓ ‘નરમ ગરમ’ (૧૯૮૧), ‘હિમ્મતવાલા’ (૧૯૮૩), ‘સાથિયા’ (૨૦૦૨), સપ્તપદી (૨૦૧૩) અને ‘કી એન્ડ કા’ (૨૦૧૬), ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક જેવી ફિલ્મોમાં પણ જાેવા મળ્યા છે. એકસમયે સ્વરૂપ સંપત મોડેલિંગની દુનિયામાં સક્રિય હતા. તેઓ વિકલાંગ બાળકોને અભિનય શીખવવાનું પણ કામ કરે છે.

સ્વરૂપ સંપતે શિક્ષણ અને સમાજસેવા ઉપરાંત અનેક પુસ્તકો પણ લખ્યા છે. સ્વરૂપ સંપત અને પરેશ રાવલાના બે પુત્રો અનિરુદ્ધ અને આદિત્ય છે. અહેવાલો અનુસાર, સ્વરૂપ સંપતે કહ્યું હતું કે તેમણે ફિલ્મો છોડી દીધી હતી કારણકે ૧૯૮૦ના દાયકા પછી સારી ફિલ્મો બનતી બંધ થઈ ગઈ હતી.

અહીં નોંધનીય છે કે દૂરદર્શન પર આવતી હાસ્ય ધારાવાહિક યે જાે હૈ જીંદગી દ્વારા સ્વરૂપ સંપત ખૂબ ખ્યાતિ પામ્યા હતા. આ શૉમાં તેમણે સફી ઈનામદારની પત્નીની ભૂમિકા ભજવી હતી. યે જાે હૈ જીંદગીની સ્ક્રીપ્ટ તેમને ગમી જતાં તેમણે તે સમયની અન્ય એક ટીવી સિરિયલ કરવાની ના પાડી હતી.

સ્વરૂપ સંપતે જણાવ્યું હતું કે તેઓ પરેશ રાવલનું નાટક જાેવા ગયા હતા, જેમાં તેમણે સારું પ્રદર્શન કર્યું હતું. તેમજ પરેશ રાવલ સાથેની પ્રથમ મુલાકાતને યાદ કરતા કહ્યું હતું કે, “મેં ગુલાબી સાડી પહેરી હતી અને પરેશ રાવલ તેના મિત્ર સાથે ચાલીને આવે છે અને કહે છે કે તારી સાથે લગ્ન કરવા છે. સ્વરૂપ સંપતે વધુમાં જણાવ્યું કે, મેં તેમને એક નાટકમાં જાેયા હતા, તે એક ઇન્ટર કોલેજ નાટક હતું અને તેમાં તેમણે કમાલનું પર્ફોર્મન્સ આપ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.