પરેશ રાવલે બંગાળીઓ માટે વાંધાજનક ટિપ્પણી કરતા એફઆઇઆર નોંધાઇ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/12/Paresh-Rawal.webp)
કોલકતા, ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલના માછલીવાળા નિવેદનથી હોબાળો મચી ગયો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે વલસાડમાં પરેશ રાવલે બંગાળીઓ માટે વાંધાજનક ટિપ્પણી કરી હતી.
જાે કે, બાદમાં તેમણે પોતાના નિવેદન માટે માફી માંગી લીધી હતી પરંતુ તેમ છતાં તેમની મુસીબત ઓછી થવાનુ નામ નથી લઈ રહી. માકપા નેતા મોહમ્મદ સલીમે પરેશ રાવલ સામે કોલકત્તાના તલતલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
જેમાં લખવામાં આવ્યુ છે કે, ‘સાર્વજનિક રીતે આ પ્રકારના ભાષણ રમખાણો ભડકાવવા અને દેશભરમાં બંગાળી સમુદાય અને અન્ય સમુદાયો વચ્ચે સદભાવ નષ્ટ કરવાની નિયતથી કરવામાં આવ્યા છે.’
મોહમ્મદ સલીમે દાવો કર્યો હતો કે પરેશ રાવલની બંગાળી વિરોધી ટિપ્પણીઓ દેશના અન્ય પ્રાંતોના લોકોમાં બંગાળી વિરોધી ભાવના પેદા કરી શકે છે. સલીમે પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે દેશમાં હિંસા ફેલાઈ શકે છે. આ સિવાય સ્થળાંતરિત બંગાળીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરેશ રાવલને આવી ટિપ્પણી માટે સજા થવી જાેઈએ.
CPI(M) નેતાએ એમ પણ કહ્યું કે પરેશ રાવલે જે રીતે તેમના ભાષણમાં બંગાળીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. એવું લાગે છે કે દેશના તમામ બંગાળીઓ બાંગ્લાદેશી અથવા રોહિંગ્યા છે. વિદેશમાં રહેતા બંગાળીઓને વિવિધ રીતે અસર થવાની સંભાવના છે. ઘણા બંગાળીઓ પશ્ચિમ બંગાળની બહાર અન્ય રાજ્યોમાં રહે છે. આવી ટિપ્પણીઓ તેમને જાેખમમાં મૂકવા માટે પૂરતી છે.
તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળની સરહદની બહાર પણ મોટી સંખ્યામાં બંગાળી સમુદાયના લોકો રહે છે. આવી સ્થિતિમાં, તેઓને આશંકા છે કે પરેશ રાવલ દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓને કારણે પૂર્વગ્રહયુક્ત લોકો દ્વારા ઘણા લોકોને નિશાન બનાવવામાં આવશે.
સીપીઆઈ(એમ)ના નેતા મોહમ્મદ સલીમના જણાવ્યા અનુસાર, આશંકાઓને ધ્યાનમાં રાખીને, તેઓ ફરિયાદને એફઆઈઆર તરીકે સમજવાની અપીલ કરે છે. ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩, ૧૫૩છ, ૧૫૩મ્, ૫૦૪ અને ૫૦૫ સહિત યોગ્ય કાયદાકીય જાેગવાઈઓ હેઠળ પરેશ રાવલ સામે કાર્યવાહી કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ‘હેરા ફેરી’ ફેમ અભિનેતા પરેશ રાવલે તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે ભાજપની ચૂંટણી રેલી દરમિયાન કહ્યુ હતુ કે, ‘ગેસ સિલિન્ડર મોંઘા છે તો સસ્તા થઈ જશે, લોકોને રોજગાર પણ મળશે પરંતુ શું રોંહિગ્યા મુસ્લિમ અને બાંગ્લાદેશી તમારી આસપાસ રહેવા લાગશે, જેવુ દિલ્લીમાં થઈ રહ્યુ છે, ત્યારે તમે ગેસ સિલિન્ડરનુ શું કરશો? બંગાળીઓ માટે માછલી બનાવશો?’HS1MS