પરેશ રાવલે અક્ષય કુમારનો પક્ષ લીધો એ ફિલ્મો કરે છે સ્મગલિંગ નહીં

મુંબઈ, પરેશ રાવલ અને અક્ષય કુમાર હાલ ‘ભૂતબંગલા’ માટે પ્રિયદર્શન સાથે શૂટ કરી રહ્યા છે, ત્યારે જ તેમણે ‘હેરા ફેરી ૩’ની પણ જાહેરાત કરી દીધી છે.
ત્યારે તેણે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પહેલાં હેરાફેરીમાં અક્ષયના બદલે કાર્તિક આર્યનના નામની વિચારણાનો પણ ખુલાસો કર્યાે હતો, તેમજ અક્ષયની એક વર્ષમાં ૪-૫ ફિલ્મો કરવાની બાબતનો પણ પક્ષ લીધો હતો. અક્ષયના પક્ષમાં પરેશ રાવલે કહ્યું, “મને ખબર છે, એ જે કરે છે તે હું નહીં કરી શકું.
તે ખૂબ મહેનતુ તો છે જ સાથે ઇમાનદાર પણ છે. તે તમારી સાથે કોઈ ગણતરી સાથે વાત કરતો નથી. તેની સાથે રહેવામાં કે તેની સાથે વાત કરવામા મજા જ આવે છે.”અક્ષયની વર્ષમાં ૪-૫ ફિલ્મો કરવાની આદત વિશે પરેશ રાવલે કહ્યું, “એને કામ કરવું ગમે છે. એ સ્મગલિંગ તો કરતો નથી, દારૂ સપ્લાય તો કરતો નથી, ડ્રગ્ઝ થોડો લે છે? જુગાર નથી રમતો. તે કામ કરે છે, તો બીજાને પણ કામ મળે છે, એ પણ જુઓ તમે.”
જ્યારે હેરાફેરીમાં ભૂલભુલૈયાની જેમ અક્ષય કુમારને કાર્તિક આર્યન રીપ્લેસ કરે તેવી ચર્ચા હતી. તે અંગે હેરા ફેરી અંગે ખુલાસો કરતા પરેશ રાવલે કહ્યું, “કાર્તિક આર્યનને કાસ્ટ જરૂર કરાયો હતો પરંતુ રાજુના રોલ માટે નહીં. પરંતુ પાછળથી પ્રિયદર્શન પણ ફિલ્મમાં જોડાયા એટલે કાર્તિકને પડતો મુકાયો અને વાર્તા પણ બદલાઈ ગઈ.
વાર્તા અલગ હતી ત્યારે કાર્તિકને કાસ્ટ કરાયો હતો. લોકોને એવું હતું કે એ રાજુ માટે છે પણ એ બિલકુલ અલગ રોલ હતો. આ ફિલ્મના કોઈ પણ તબક્કે અક્ષય તો એનો ભાગ હતો જ. હવે ફિલ્મ જુની કાસ્ટ સાથે જ બનશે.” તેનું શૂટિંગ ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં શરૂ થશે.SS1MS