Western Times News

Gujarati News

સાંસદ નથવાણીએ ટિવટ કરીને દ્વારકાધીશ વિશેની ટીપ્પણીનો સખત વિરોધ કર્યો

(એજન્સી)દ્વારકા, રાજયસભાના સાંસદ અને દ્વારકાધીશ દેવસ્થાન સમીતીના પૂર્વ ઉપાધ્યાય પરીમલ નથવાણીએ ટિવટ કરી તાજેતરમાં દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ વિવાદીત ટીપ્પણીઓનો સખત શબ્દોમાં વિરોધ વ્યકત કર્યો છે.

ટિવટમાં પરીમલભાઈએ લખ્યું છેકે, ફરી એકવાર સુરતના સ્વામીનારાયણ ગુરુકુળના સાધુએ ભગવાન દ્વારકાધીશ વિશે ખોટી અને પાયા વિહોણી ટીપ્પણી કરી છે. પોતાના સંપ્રદાયનું ગુલાબી ચીત્ર દોરતા આ સંપ્રદાયના નિવેદનો પર નિવેદનો કષ્ટદાયક અને નિંદનીય છે અને અસ્વીકાર્ય તેમજ અપ્રિય છે.

પહેલા પણ ભગવાન દ્વારકાધીશ વિશેની ટીપ્પણીઓને પરીમલભાઈએ સખત શબ્દોમાં વખોડી કાઢી ભ્રામક નિવેદને અંગે જે લેખકે ભુલ કરેલી છે તે સ્વીકારી માફી માંગવી જોઈએ તેવું જણાવ્યું હતું.

He tweets, It seems there is a growing trend among Sadhus of the Swaminarayan sect to demean Sanatan Dharma and our Gods. It is beyond comprehension how anyone can question the connection between Lord Dwarkadheesh and his capital, Dwarka. I strongly condemn the recent remarks about Lord Dwarkadheesh, and the writer who falsely attributed such misleading statements to their predecessors should acknowledge the mistake and seek forgiveness. We all are staunch believers of Lord Dwarkadheesh.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.