Western Times News

Gujarati News

જોર્ડન અને ઉઝબેકીસ્તાન જઈ રહેલી મહિલા ફૂટબોલ ટીમને પરિમલ નથવાણીએ અભિનંદન આપ્યા

પરિમલ નથવાણીએ મહિલા ફૂટબોલના 33 ખેલાડીઓ- કોચનું અભિવાદન કર્યું

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GCFA)ના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીએ અમદાવાદમાં રાષ્ટ્રીય વરિષ્ઠ મહિલા ફૂટબોલ ટીમની યજમાની કરી હતી અને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો.

શ્રી નથવાણીએ 33 ખેલાડીઓની ટીમ, કોચ તથા મેનેજરનું અભિવાદન કર્યું હતું. તેમણે મહિલા ફૂટબોલ ટીમને આંતર્રાષ્ટ્રીય રમતના અનુભવ માટે શુભેચ્છા પાઠવી હતી. ભારતીય વરિષ્ઠ મહિલા ટીમ તેમના કેમ્પની સમાપ્તિ બાદ 16મી માર્ચ, 2023ના રોજ અમદાવાદથી નિકળીને માર્ચના અંતમાં બે મૈત્રી મેચ રમવા માટે જોર્ડન અને પછી એક મેચ રમવા ઉઝબેકીસ્તાનની મુલાકાત લેશે.

ત્યારબાદ, ટીમ એપ્રિલની શરૂઆતમાં કિર્ગીસ્તાનમાં ઓલમ્પિક ક્વોલિફાયર માટેની બે મેચ રમશે. જી.એસ.એફ.એ. પ્રમુખ શ્રી નથવાણીએ ગુજરાતના અમદાવાદમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.)ની રાષ્ટ્રીય વરિષ્ઠ મહિલા ફૂટબોલ ટીમનો કોચિંગ કેમ્પ યોજવા બદલ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરીટી (જી.એસ.એ.)નો આભાર માન્યો હતો.

ટીમ ફરીથી કોચિંગ કેમ્પ માટે ગુજરાત આવે તેવી શક્યતા છે. આ પ્રસંગે જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ શ્રી અરુણસિંહ રાજપૂત, સેક્રેટરી શ્રી મૂળરાજસિંહ ચુડાસમા અને કારોબારી સમિતિના સભ્યો શ્રી દિવ્યરાજસિંહ રાણા તથા શ્રી શપથ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

President of Gujarat State Football Association (G.S.F.A.) and Rajya Sabha Member Shri Parimal Nathwani hosted and interacted with the National Senior Women’s Football Team today in Ahmedabad. Shri Nathwani greeted 33-member squad, the coach, and the team manager. He wished them as the team is going for international exposure in football sports. The Indian Senior Women’s team will leave from Ahmedabad on 16th March 2023 at the end of their coaching camp here and visit first to Jordan to play two friendly matches and one match in Uzbekistan by the end of this month. After that the team will play two Olympic qualifier matches in Kirgizstan in the beginning of April. Mr. Nathwani, president of GSFA specially thanked Sports Authority of Gujarat (S.A.G.) for organizing coaching camp in Ahmedabad, Gujarat for All Indian Football Federation’s National Senior Women’s Football Team.  The team is also expected to come back to Gujarat for the coaching camp again. GSFA officials including Vice President Shri Arunsinh Rajput, Secretary Shri Mulrajsinh Chudasma, Executive Committee Members Shri Divyarajsinh Rana and Shri Shapath Shah remained present on this occasion.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.