પરિણીતી ચોપરા લગ્ન માટે વેન્યૂ શોધવામાં વ્યસ્ત
મુંબઈ, ૧૩ મેના રોજ પરિવાર અને અંગત મિત્રોની હાજરીમાં સગાઈ કર્યા પછી એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢા હવે લગ્નના તાંતણે બંધાવા તૈયાર થઈ ગયા છે. રાઘવ અને પરિણીતી આ વર્ષના અંત સુધીમાં તો પતિ-પત્ની બની જશે. હાલ રાઘવ અને પરિણીતી રાજસ્થાનમાં વેડિંગ વેન્યૂ શોધી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, પરિણીતી અને રાઘવ સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે લગ્ન કરી શકે છે. ઉદયપુરના ટુરિઝમ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર શિખા સક્સેનાએ જણાવ્યું કે, તેમની એરપોર્ટ પર પરિણીતી સાથે મુલાકાત થઈ હતી. ૨૦ મિનિટ સુધી વાત કર્યા પછી તેમણે આખો દિવસ વેન્યૂ શોધવામાં પસાર કર્યો હતો.
તેમના જણાવ્યા અનુસાર, પરિણીતીએ સ્પષ્ટ રીતે તો લગ્ન વિશે વાત નહોતી કરી પરંતુ જે સંવાદ થયો એમાં ઈશારો તો એ વાતનો જ હતો. શિખા સક્સેનાએ જણાવ્યું કે, પરિણીતી ઉદયપુરના હવામાન વિશે સવાલ કરી હતી. તેના મગજમાં સપ્ટેમ્બર મહિનો રમી રહ્યો હતો. એવામાં શિખાએ નવેમ્બરનું પણ સૂચન કર્યું હતું.
જાેકે, એક્ટ્રેસનો પીએ હવામાનને લઈને ચિંતિત દેખાતો હતો પરંતુ પરિણીતીને આઈડિયા પસંદ આવ્યો હોય તેમ લાગ્યું હતું. એક્ટ્રેસની ટીમ દરેક વાતની નોંધ કરી રહી હતી. એક ન્યૂઝ પોર્ટલના અહેવાલમાં સૂત્રોના હવાલેથી ટાંકવામાં આવ્યું છે, પંજાબી વિધિથી લગ્ન થવાના છે. જેમાં પરિવાર અને મિત્રો સામેલ થશે.
પરિણીતી મહેમાનોની આગતાસ્વાગતા કરવા માટે ખૂબ ઉત્સુક જણાઈ રહી છે. તેણે આસપાસ ફરવાના સ્થળો વિશે પણ માહિતી મેળવી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે, આ વિશે તે ઊંડાણમાં તપાસ પણ કરશે. એક્ટ્રેસ સાંજે બોટ રાઈડ પણ માણી હતી અને કહ્યું હતું કે, તેને ઉદયપુરની વાઈબ પસંદ આવી રહી છે.
શિખા સક્સેનાના કહેવા પ્રમાણે, પરિણીતીને હેરિટેજ સ્થળોએ ગુલાબની પાંખડીઓ અને સંગીતથી કરવામાં આવેલું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન તેણે આસપાસના ફૂડ વિશે પણ જાણકારી મેળવી હતી. તેઓ જયપુર જવાનું પણ વિતાવી રહ્યા છે.SS1MS