પરિણીતી ચોપરાએ પ્રથમવાર કર્યું લાઇવ સિંગિંગ પરફોર્મન્સ
મુંબઈ, ફિલ્મ ‘લેડીઝ વર્સીસ રિકી બહલ’ થી પોતાની અભિનય કરિયરની શરૂઆત કરનાર પરિણીતી ચોપરાએ ઈશ્કઝાદે, હંસી તો ફંસી, ગોલમાલ અગેઈન, મિશન રાનીગંજ જેવી ઘણી ફિલ્મોમાં પોતાના ઉત્તમ અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા.
પરંતુ હવે અભિનેત્રીએ સિંગિંગની દુનિયામાં પ્રવેશ કર્યો છે. જે તેનું બાળપણનું સપનું હતું. પરિણીતી ચોપરાએ ગઈકાલે રાત્રે મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૪માં પોતાનું પહેલું લાઈવ સિંગિંગ પરફોર્મન્સ આપ્યું અને તેનું વર્ષો જૂનું સપનું પૂરું કર્યું હતું.
પરિણીતી ચોપરાએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ કોન્સર્ટની કેટલીક સુંદર ઝલક શેર કરી છે. તસવીરોમાં પરિણીતી ચોપરા બ્લેક આઉટફિટ પહેરીને સ્ટેજ પર ગીત ગાતી જોવા મળે છે. તેનો આ લુક પણ એકદમ સ્ટાઇલિશ લાગે છે. તેના પ્રથમ લાઇવ સિંગિંગ પરફોર્મન્સની તસવીરો શેર કરતી વખતે પરીએ એક ખાસ નોટ પણ લખી હતી. જેમાં તે ભાવુક જોવા મળી હતી.
પરિણીતીએ કેપ્શનમાં લખ્યું, ‘અને આ થઇ ગયું… આ લખતી વખતે મારી આંખોમાં આંસુ આવી ગયા. મારું પ્રથમ લાઇવ સિંગિંગ પર્ફોર્મન્સ ગઈકાલે રાત્રે હતું. તે બધું જ હતું જેની હું અપેક્ષા રાખી રહી હતી. તમે બધાએ જે પ્રેમ બતાવ્યો તે બદલ આભાર. આ મારા માટે ઘણું બધુ છે..’SS1MS