Western Times News

Gujarati News

પરિણીતી ચોપરા પહેલા રાની મુખર્જીની પીએ હતી

મુંબઈ, હિરોઈન પરિણીતી ચોપરાએ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા રાઘવ ચઢ્ઢા સાથે શાહી રીતે લગ્ન કર્યા હતા. પરિણીતી અને રાઘવે ઉદયપુરની ‘ધ લીલા પેલેસ હોટેલ’માં લગ્નના બંધનમાં બંધાયા હતા. કાયમ માટે એકબીજાના બની ગયા. જાેકે લગ્ન પછી ન તો રિસેપ્શન થયું કે ન તો તેઓ હનીમૂન પર જઈ શક્યા. તેની પાછળનું કારણ બંનેએ પોત-પોતાનું કામ હોવાનું જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા તેના પતિ રાઘવ ચઢ્ઢા વગર તેની ગર્લ્સ ગેંગ સાથે માલદીવ પહોંચી હતી.

જ્યાં તેણે ખૂબ જ મોજ મસ્તી કરી હતી. જાે કે આ સમયે પરિણીતી ચોપરા અને તેના પતિ રાઘવ ચઢ્ઢા ચર્ચામાં છે. આજે પરિણીતી ચોપરા તેનો ૩૫મો જન્મદિવસ ઉજવી રહી છે. પરિણીતી ચોપરાનો અભ્યાસ હંમેશા સારો રહ્યો છે. પરિણીતીએ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી ફાયનાન્સ, બિઝનેસ અને ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપરાને રાષ્ટ્રપતિ તરફથી સન્માન મળ્યું છે. તેણે ૧૨માં ધોરણમાં ટોપ કર્યું હતું, જેના કારણે તત્કાલિન રાષ્ટ્રપતિએ પરિણીતીનું સન્માન કર્યું હતું.

એક્ટ્રેસ બનતા પહેલા પરિણીતી ચોપરા વિદેશમાં બેંકિંગ સેક્ટરમાં કામ કરતી હતી. થોડા સમય પછી તેણે નોકરી છોડી દીધી અને પછી તેણે એક્ટિંગ કરવાનું નક્કી કર્યું. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર જ્યારે પરિણીતી ચોપરા ૨૦૦૯માં બેંકિંગની નોકરી ગુમાવ્યા બાદ ભારત પરત આવી ત્યારે તેને બોલિવૂડના પ્રખ્યાત યશરાજ બેનરમાં કામ કરવાની તક મળી. યશ રાજ બેનર માટે કામ કરવાની સાથે પરિણીતી ચોપરા બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીની PA એટલે કે પર્સનલ આસિસ્ટન્ટ પણ રહી ચૂકી છે.

તેણે ઘણા વર્ષો સુધી રાની મુખર્જીના પીએનું કામ સંભાળ્યું છે. આ સિવાય પરિણીતી ચોપરા એક સારી અભિનેત્રી હોવાની સાથે-સાથે ટ્રેન્ડ ક્લાસિકલ મ્યુઝિક સિંગર પણ છે. પરિણીતી ચોપરાને રોયલ લાઈફસ્ટાઈલ ગમે છે. તે દર વર્ષે કરોડો રૂપિયા કમાય છે પરંતુ તે એક ખરાબ આદતનો શિકાર પણ છે. કહેવાય છે કે પરિણીતીને આંગળીના નખની આસપાસની ત્વચાને દાંત વડે કરડવાની ખરાબ આદત છે. પરિણિતીએ પોતે કહ્યું હતું કે, જ્યારે તે ટેન્શનમાં હોય છે ત્યારે તે નખની આસપાસની ત્વચાને દાંત વડે ચાવતી રહે છે. પરિણીતી ચોપરા પ્લેનમાં બેસતા ખૂબ જ ડરે છે.

પરિણીતી હવાઈ મુસાફરી વખતે ખૂબ જ નર્વસ થઈ જાય છે. પરિણીતીએ પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેને હવાઈ મુસાફરી બિલકુલ પસંદ નથી. જ્યારે પ્લેન લેન્ડ થાય છે ત્યારે તે ખૂબ જ ડરી જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.