પરિણીતિ ચોપરાના બેગની કિંમત ૧.૨૩ લાખ રૂપિયા

મુંબઈ, પરિણીતી ચોપરાની ગણતરી બોલિવુડની સ્ટાઈલિશ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. જ્વેલરી, સ્નીકર્સ કે ઓવરસાઈઝ સનગ્લાસિસની વાત થાય ત્યારે પરિણીતી ચોપરાની ફેશન સેન્સના વખાણ કરવા જ રહ્યા. પરિણીતી ચોપરા પાસે ઢગલાબંધ હેન્ડબેગ્સ છે.
પરિણીતી વેર્સ્ટન આઉટફિટ સાથે ઉડીને આંખે વળગે તેવા પર્સ અને સ્લિંગ બેગ્સ સાથે રાખતી જાેવા મળે છે. હાલમાં જ એરપોર્ટ પર જાેવા મળેલો તેનો લૂક આ વાતની ચાડી ખાય છે. તાજેતરમાં જ પરિણીતી ચોપરા મુંબઈ એરપોર્ટ પર જાેવા મળી હતી.
આજકાલ સેલેબ્સના એરપોર્ટ લૂક ખૂબ ખાસ બની ગયા છે. ત્યારે પરિણીતી સ્કાય બ્લૂ રંગના કો-ઓર્ડિનેટેડ બ્લેઝર અને મેચિંગ હાઈવેસ્ટ પેન્ટ તેમજ વ્હાઈટ રંગના ક્રોપ ટોપમાં જાેવા મળી હતી. પરિણીતીએ પોતાનો લૂક રાઉન્ડ સનગ્લાસીસ અને વ્હાઈટ રંગની ગુચ્ચીની સ્લિંગ બેગ સાથે પૂરો કર્યો હતો.
પરિણીતીના આખા લૂકમાં સૌથી વધુ ધ્યાન તેની આ નાનકડી બેગે ખેંચ્યું હતું. પરિણીતી ચોપરાની GG Marmon મિનિ રાઉન્ડ શોલ્ડર બેગ લેધરની છે અને તેની કિંમત પણ અધધધ છે. ચેઈન શોલ્ડર સ્ટ્રેપ સાથે આવેલી આ બેગની કિંમત ૧.૨૩ લાખ રૂપિયા છે.
જાેકે, પરિણીતી ચોપરાની આ બેગ પહેલીવાર દેખાઈ હોય તેવું નથી. સામાન્ય લોકો જેમ કપડાં, પર્સ, જૂતા વગેરે જેવી વસ્તુઓ રિપીટ કરે છે તેમ સેલેબ્સ પણ કરે છે. પરિણીતી અગાઉ ૨૦૨૦માં યુરોપમાં હોલિડે માણી રહી હતી ત્યારે તસવીરમાં તેની આ બેગ જાેવા મળી હતી.
પરિણીતીએ પોતાનો તાજેતરનો એરપોર્ટ લૂક વ્હાઈટ રંગના સ્નીકર્સ અને પોનીટેલથી પૂરો કર્યો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો, પરિણીતી ચોપરા હવે અમિતાભ બચ્ચન અને અનુપમ ખેર સાથે ફિલ્મ ‘ઉંચાઈ’માં જાેવા મળશે. આ સિવાય તે ફિલ્મમેકર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘ચમકીલા’માં દેખાશે. પરિણીતી અને ઈમ્તિયાઝ આ ફિલ્મ થકી પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે.SS1MS