પરિણીતિનો ડાયલોગ રીલ્સમાં વાયરલ થયો અને રાઘવ ચઢ્ઢાને મજા આવી ગઈ

મુંબઈ, સોશિયલ મીડિયાના બદલાતા ટ્રેન્ડમાં કેટલાક ઓડિયો કે ડાયલોગ ક્યારે સપાટી પર આવી જાય અને અચાનક વાયરલ થઈ જાય છે. આવું જ પરિણીતિની ૨૦૧૪માં આવેલી ફિલ્મ ‘હસી તો ફસી’ના ડાયલોગનું થયું છે.
પરિણીતિ અને સિદ્ધાર્થ મલ્હાત્રાની ફિલ્મનો એક ડાયલોગ ‘સેન્સેશન’ આજકાલ વાયરલ થઈ રહ્યો છે, જેના પર ફિલ્મ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને રાજકારણીઓ સહીતના લોકો રીલ્સ બનાવી રહ્યાં છે.
આ બધી રીલ્સ અને ડાયલોગબાજી થોડાં દિવસ ચાલ્યા પછી પરિણીતિના રીયલ લાઇફ હસબન્ડ અને રાજકારણી રાઘવ ચઢ્ઢાને ‘ફોમો(ફિઅર ઓફ મિસિંગ આઉટ’ થઈ ગયો, કે બધાએ પરીના ડાયલોગની રીલ બનાવી અને એ રહી ગયો. તો તેણે પોતાના ફોનમાંથી પરિણીતિનાં કેટલાંક ક્યારેય ન જોયેલા ફોટો શોધ્યા અને તેનો એક કોલાજ વીડિયો બનાવીને આ વાયરલ ડાયલોગની ટ્યુન સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યાે.
આ સાથે તેણે કૅપ્શનમાં કબૂલાત પણ કરી કે, “એનો ડાયલોગ વાયરલ થઈ રહ્યો હતો. બધા મજા લઇ રહ્યાં હતાં, તો મને ફોમો થઈ ગયો, તો મેં પણ મજા લીધી.”
રાઘવ ચઢ્ઢાએ શેર કરેલી રીલ જોઇને પરિણીતિ પણ ભાવુક થઈ ગઈ અને તેણે કમેન્ટમાં લખ્યું, “આ સેન્સેશન સૌથી શ્રેષ્ઠ છે રાગી..” તેણે રાઘવનો વીડિયો કોલાજ રીપોસ્ટ પણ કર્યાે હતો. તેમના આ પ્રેમના આદાનપ્રદાનમાં દિલજિત દોસાંજ, સહીતના કલાકારોએ કમેન્ટ અને રીએક્શન્સ પણ આપ્યાં હતાં.SS1MS