ઓલમ્પિકઃ વિનેશ ફોગાટે સેમિ ફાઇનલમાં પહોંચી (જૂઓ વિડીયો)
ભાલા ફેંકમાં નીરજ ચોપરાનો ફાઈનલમાં પ્રવેશ
(એજન્સી)પેરિસ, ભારતીય ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં ફરીથી પોતાની કરતબ કરી બતાવ્યું છે. તેણે ક્વોલિફાયરમાં એક જ થ્રોમાં ૮૯ મીટરથી વધારે લાંબો ભાલો ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું. નીરજે પહેલા જ પ્રયાસમાં ૮૯.૩૪ મીટર થ્રો કર્યો હતો જે તેનો સિઝન બેસ્ટ સ્કોર પણ હતો. Paris vinesh_fogat #IndiaAtOlympics #wrestling
ક્વોલિફિકેશનમાં ૮૪ મીટર ક્લીયર કરનાર એથ્લેટ આપમેળે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જાય છે. આ સિવાય ટોચના ૧૨ ખેલાડીઓ પણ મેડલ સ્પર્ધા માટે ક્વોલિફાય થાય છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને તે ફરી એકવાર તે પ્રદર્શનનું પુનરાવર્તન કરશે તેવી અપેક્ષા ભારતીય રમતપ્રેમીઓને હતી.
यूँ दे पटका @Phogat_Vinesh ने अपनी प्रतिद्वंद्वी को 😍
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) August 6, 2024
નીરજ ક્વોલિફિકેશનમાં ગ્રૂપ બીમાં સામેલ હતો. તેનો હરીફ પાકિસ્તાનનો અરશદ નદીમ પણ આ જ ગ્રૂપમાં હતો. ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પ્રથમ રાઉન્ડમાં ડિફેન્ડિંગ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવ્યો છે. વિનેશે મહિલાઓની ૫૦ કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ મેચમાં જાપાનની યુઇ સુસાકીને ૩-૨થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જે ૪ વખતની વર્લ્ડ ચેમ્પિયન પણ છે.
સુસાકી ૨૦૨૦ ટોક્યો ઓલિમ્પિકમાં ૫૦ કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ વિજેતા હતી. ભારતીય કુસ્તીબાજ વિનેશે તેને પહેલા જ રાઉન્ડમાં હરાવીને ભારતની ગોલ્ડ મેડલ મેળવવાની આશા વધારી દીધી છે. વિનેશ ફોગાટની આ જીત ઐતિહાસિક છે કારણ કે યુઇ સુસાકીએ ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ રાઉન્ડથી ફાઈનલ સુધી તેના કોઈપણ વિરોધીને એક પણ પોઈન્ટ મેળવવા દીધો ન હતો.