Western Times News

Gujarati News

60 કરોડના ખર્ચે AMCએ 7 માળ ઊંચું મલ્ટિલેવલ પાર્કિંગ બનાવ્યું

અમદાવાદીઓ માટે વધુ એક મલ્ટી લેવલ પાર્કિંગ ખુલ્લું મુકાયું-રીવરફ્રન્ટ પર ગાડી પાર્ક કરી સીધા જ અટલ બ્રીજ પર જવાશે

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દ્વારા સામાન્ય પ્રજાલક્ષી કામોને તો રાબેતા મુજબ પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. આની સાથે વિકાસની દિશામાં સતત હરણફાળ ભરી રહેલા આપણા અમદાવાદના લોકો માટે એક-એકથી ચઢિયાતા એવા ભવ્ય પ્રોજેક્ટોની સોગાદ પણ અપાઈ રહી છે.

હવે સાબરમતી રિવરફ્રન્ટની વાત કરીએ તો સમગ્ર દેશમાં નામના મેળવનાર સાબરમતી રિવરફ્રન્ટની શોભામાં વૃદ્ધિ કરવા માટે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ગત શનિવાર તા. ૨ સપ્ટેમ્બરે રૂ. ૨૪ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના રિવરફ્રન્ટના બંને કાંઠા પરના સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું

અને હવે આજથી રિવરફ્રન્ટ પર વાહનના પાર્કિંગની સમસ્યાનો પણ અંત આવી જવાનો છે. કેમ કે રિવરફ્રન્ટના પશ્ચિમકાંઠે અટલબ્રિજની સામેના મલ્ટિલેવલ પાર્કિંગમાં શહેરીજનો ૭૦૦ કાર સહિત કુલ ૧૭૦૦ વાહનનું પાર્કિંગ કરી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ તેનાં અવનવાં આકર્ષણોથી સતત લોકોથી ઊભરાતો રહ્યો છે.

રિવરફ્રન્ટ પર લોકોના ભારે ધસારા વચ્ચે વાહનનું પાર્કિંગ ક્યાં કરવું તેની મોટી સમસ્યા રહેતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે મ્યુનિ. સત્તાવાળાઓએ રિવરફ્રન્ટ પરના આઇકોનિક અટલબ્રિજની સામે રૂ. ૬૦ કરોડના ખર્ચે સાત માળ ઊંચા મલ્ટિલેવલ પાર્કિંગનું નિર્માણ હાથ ધર્યું હતું.

આ મલ્ટિલેવલ પાર્કિંગ તૈયાર થઈ જતાં તેનું મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતા પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તેમજ ભાસ્કર ભટ્ટ, અરુણસિંહ રાજપૂત વગેરેની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. જાેકે તેને વિધિવત્‌ લોકો માટે ખુલ્લું મુકાયું છે.

અટલબ્રિજની સામે અને એસવીપી હોસ્પિટલની બાજુમાં આવેલા રિવરફ્રન્ટ રોડ પરના આશરે ૮૭૧૦ ચોરસ મીટરના પ્લોટમાં આ મલ્ટિલેવલ પાર્કિંગ આકાર પામ્યું છે. જેનો બિલ્ટઅપ એરિયા ૩૮,૭૨૫ ચોરસ મીટર અને કોમર્શિયલ એરિયા ૧૮૦૦ ચોરસ મીટરનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.