Western Times News

Gujarati News

સંસદ પર હુમલાનો માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહર બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો

કરાંચી, ભારતનો વધુ એક દુશ્મન અને મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર પાકિસ્તાનમાં માર્યો ગયો હોવાનો સોશિયલ મીડિયામાં દાવો થઈ રહ્યો છે. આ સમાચાર વહેતા થતાં પાકિસ્તાન જ નહીં, ભારતમાં પણ ખળભળાટ મચી ગયો છે.

સોશિયલ મીડિયા ‘એક્સ’ પર ટ્રેન્ડ થયેલા આ સમાચારમાં દાવો કરાયો છે કે પહેલી જાન્યુઆરીએ વહેલી સવારે પાંચ વાગ્યે જૈશ એ મોહમ્મદનો વડો મસૂદ અઝહર એક બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો છે. આ ઘટના પાકિસ્તાનના બહાવલપુરમાં રેલવે લિંક રોડ પર બની હતી.

દાઉદ ઈબ્રાહિમ ભોજનમાં ઝેર અપાતા માર્યો ગયો એવા દાવા પછી મસૂદ અઝહરના મોતના વાયરલ સમાચારે લોકોમાં કુતુહલ જગાવ્યું છે. ‘એક્સ’ પર દાવો કરાયો છે કે, મસૂદ વહેલી સવારે મસ્જિદ જતો હતો ત્યારે અજાણ્યા લોકોએ બોમ્બ વિસ્ફોટ કરીને તેને નિશાન બનાવ્યો હતો.

મસૂદે જૈશ એ મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનની સ્થાપના કરી હતી, જે સતત ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિમાં કરી રહ્યું છે.

૨૪ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ ઈન્ડિયન એરલાઈન્સના વિમાન આઈસી૮૧૪નું અપહરણ કરીને અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવાયું હતું.

તેના બદલામાં આતંકીઓ મસૂદ અઝહરને ભારતની જેલમાંથી મુક્ત કરાવ્યો હતો. ૧૩ ડિસેમ્બર ૨૦૧૧ના રોજ સંસદ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ મસૂદ અઝહર જ હતો. એવું કહેવાય છે કે મસૂદ ઈસ્લામાબાદમાં પાકિસ્તાનની ડીપ સ્ટેટ સુરક્ષામાં રહેતો હતો.

નોંધનીય છે કે ૫૫ વર્ષીય મસૂદ અઝહરનો જન્મ ૧૦ જુલાઈ ૧૯૬૮ના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુરમાં થયો હતો. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.