ગુનેગાર નેતાઓ પર આજીવન પ્રતિબંધ મૂકવાનો અધિકાર સંસદનોઃ સુપ્રીમમાં કેન્દ્ર

નવી દિલ્હી, ગુનેગાર પૂરવાર થયેલાં નેતાઓ ઉપર આજીવન પ્રતિબંધ મૂકવાની દાદ માંગતી સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક અરજીનો કેન્દ્ર સરકારે એમ કહેતાં તીવ્ર વિરોધ કર્યાે હતો કે, આજીવન પ્રતિબંધ મૂકવાનો એકમાત્ર અધિકાર સંસદના હકુમતક્ષેત્રમાં આવે છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે આ અરજીમાં માગવામાં આવેલી દાદ એવો સંકેત કરે છે કે કેન્દ્ર સરકારે નવેસરથી કાયદો ઘડવો જોઇએ, અથવા તેમાંથી એવો પણ આડકતરો સંકેત મળે છે કે સુપ્રીમ કોર્ટ કોઇ એક ચોક્કસ બાબતમાં કાયદો ઘડવા સંસદને આદેશ આપી રહી છે, જે દેશના ન્યાતંત્રના હકુમતક્ષેત્રમાં સહેજપણ આવતું નથી.
આજીવન પ્રતિબંધ મૂકવો કે ના મૂકવો તે બાબતે નિર્ણય કરવાની સત્તા સંપૂર્ણ રીતે સંસદના હકુમત ક્ષેત્રમાં રહેલી છે એમ એફિડેવિટમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું. તેમાં વધુમાં જણાવાયું હતું કે, દંડનો સમયગાળો મર્યાદિત કરવાથી ગુના નિવારણમાં મદદ મળવાની દંડની અવધીને સમય દ્વારા સીમિત કરવી એ સહેજપણ ગેરબંધારણીય નથી, અને બીજું કે કાયદાનો એક પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે દંડને ક્યાં તો દંડ દ્વારા અથવા જથ્થા દ્વારા સીમિત કરી શકાય છે.
નામદાર કોર્ટને જણાવવામાં આવે છે કે અરજદાર દ્વારા ઉઠાવવામાં આવેલાં મુદ્દાથી અનેક જટિલ અને અનઅપેક્ષિત પરિણામ આવી શકે તેમ છે અને આ બાબત સ્પષ્ટ રીતે સંસદની ધારાકીય નીતિ અંતર્ગત આવેલી છે અને ન્યાતંત્રની સમીક્ષાની રૂપરેખાથી આ નીતિમાં ફેરફાર થઇ શકે છે એમ એફિડેવિટમાં સરકારે દલીલ કરી હતી.એડવોકેટ અશ્વિની કુમારે દેશની સર્વાેચ્ચ અદાલતમાં આ અરજી દાખલ કરી હતી જેમાં ગુનેગાર પૂરવાર થયેલાં સાંસદો ઉપર આજીવન પ્રતિબંધ મૂકવાની દાદ માંગી હતી.