Western Times News

Gujarati News

સાસુ ઇસ્ત્રી હાથ પર ચોંટાડીને અને અન્ય રીતે ત્રાસ આપતાં પરણિતાનો આપઘાત

share broker suicide

પ્રતિકાત્મક

અમદાવાદમાં પરિણીતાએ કંટાળીને ગળેફાંસો ખાધો

(એજન્સી)અમદાવાદ, શહેરના નારોલ વિસ્તારમાં પતિ તેમજ સાસુ-સસરાના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી છે. ઘરકામ સહિતની નાની નાની બાબતોમાં સાસરિયા ત્રાસ આપતા હતા. એટલું જ નહીં, તેના સાસુએ તેને ગરમ ઇસ્ત્રી હાથ પર ચોંટાડીને દઝાડી પણ હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

બાપુનગર વિસ્તારમાં રહેતા ગજેન્દ્રભાઇએ નારોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, ૧૩મી ઓગષ્ટના દિવસે સાડા અગિયાર વાગ્યાની આસપાસ તેમના દીકરાનો તેમના પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, દીદીના ફ્લેટમાં કંઇ થયેલું છે. તમે ઘરે જલદી આવો. જેથી ફરિયાદી ઘરે પહોંચીને તેમની દીકરીના ફ્લેટ પર ગયા હતાં.

જ્યાં તેમની દીકરી બેડ પર મૃત હાલતમાં જાેવા મળી હતી. આ અંગેની જાણ પોલીસને કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફરિયાદીનો આરોપ છે કે, છેલ્લા ત્રણ મહીનાથી તેના પતિ અને સાસુ સસરા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. ઘરકામ બાબતે પણ વાંધા વચકા કાઢીને મેણાં-ટોણાં મારતા હતા.

તેના કારણે તેમની દીકરી ત્રણ મહિનાથી ડિપ્રેશનમાં જીવતી હતી. તેનો પતિ પણ તેને સમય આપતો નહોતો. જ્યારે પરિણીતા ઘરેથી શાકભાજી લેવા માટે જાય તો પણ તેના સસરા તેના પર શક વહેમ રાખતા હતા અને હેરાન પરેશાન કરતા હતા. ત્રણેક મહિના પહેલાં તેની સાસુએ તેને ગરમ ઇસ્ત્રી ડાબા હાથ પર ચોંટાડીને દઝાડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.