પેરોલ જમ્પ કરી નાસતો ફરતો આરોપી ઝડપાયો
(પ્રતિનિધી) ખેડબ્રહ્મા, પોલીસ મહા નિરીક્ષક સા.શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સાહેબ નાઓએ પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની સૂચના આપેલ જે આધારે શ્રી સ્મિત ગોહિલ સાહેબ ના.પો. અધિક્ષક શ્રી ઇડર વિભાગ ઈડર તથા એસ જે પંડ્યા સર્કલ પો ઈ શ્રી ખેડબ્રહ્માઓના માર્ગદર્શન હેઠળ વડાલી પોલીસ સ્ટેશનના ઈ. પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે આર દેસાઈ તથા સ્ટાફના અહેકો મગનભાઈ અમરાજી તથા અહેકો દેવરાજભાઈ ખીમજીભાઇ તથા યુવરાજસિંહ કિરીટસિંહ અલોર કમલ રણજીતભાઈ વિગેરે સ્ટાફના માણસો ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાદમી મળેલ કે મેહુલકુમાર કાંતિભાઈ ખાટ રહેવાસી રામનગર તા વડાલી ના નો રાજપીપળા જેલમાંથી એક વર્ષ અગાઉ પર આવેલ અને પેરોલ રજા પરથી પરત હાજર થયેલ ન હોય અને નાસ્તો ફરતો હોય જે ઈસમ ઇકોમાં બેસી સતલાસણા થી વડાલી ખાતે આવતો હોય તેવી વાતમી હકીકત આધારે ધરોઇ ત્રણ રસ્તા પાસે વોચ રાખેલ ત્યારબાદ તે ઈસમ ઇકોમાંથી ઉતરતા પોલીસ સ્ટાફના માણસોને જાેઈ નાસવા જતાં તેને પોલીસ સ્ટાફના માણસોએ કોર્ડન કરી પકડી પાડેલ તેમજ બદલી ઈસમ પર બીજા એડી. જ્યું.ફ.ક. મેજી્ સાશ્રી. રાજપીપળા ના ફોજદારી પરચુરણ અરજી નંબર ૪૬ / ૨૦૨૨ તથા ૪૭ / ૨૦૨૨ ના કામે જપ્તી વોરંટ પણ વડાલી પોલીસ સ્ટેશન એ આવેલ હોય સદરી ઈસમ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.