અમદાવાદ સ્ટેશન પર 14 ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા પરિચાલનિક કારણોસર અમદાવાદ સ્ટેશન પર 14 ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરશે. મંડળ રેલવે પ્રવક્તા, અમદાવાદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1. તારીખ 06.07.2023 થી ટ્રેન 22956 ભુજ-બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 02.45/03.00 કલાકના બદલે 02.40.02.55 કલાકનો રહેશે.
2. તારીખ 07.07.2023 થી ટ્રેન 20956 મહુઆ-સુરત એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 02.15/02.30 કલાકના બદલે 02.15/02.25 કલાકનો રહેશે.
3. તારીખ 10.07.2023 થી ટ્રેન 12960 ભુજ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 03.10/03.25 કલાકના બદલે 03.00/03.10 કલાકનો રહેશે.
4. તારીખ 11.07.2023 થી ટ્રેન 20824 અજમેર-પુરી એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 03.10/03.25 કલાકના બદલે 03.00/03.10 કલાકનો રહેશે.
5. તારીખ 07.07.2023 થી ટ્રેન 12990 અજમેર-દાદર એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 04.35/04.45 કલાકના બદલે 04.20/04.30 કલાકનો રહેશે.
6. તારીખ 08.07.2023 થી ટ્રેન 12489 બિકાનેર-દાદર એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 04.25/04.45 કલાકના બદલે 04.20/04.30 કલાકનો રહેશે.
7. તારીખ 07.07.2023 થી ટ્રેન 20484 બિકાનેર-દાદર એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 04.25/04.45 કલાકના બદલે 04.20/04.30 કલાકનો રહેશે.
8. તારીખ 07.07.2023 થી ટ્રેન 22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 07.55/08.10 કલાકના બદલે 07.50/08.00 કલાકનો રહેશે.
9. તારીખ11.07.2023થી ટ્રેન 22916 હિસાર- બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 07.55/08.10 કલાકના બદલે 07.50/08.00 કલાકનો રહેશે.
10. તારીખ 08.07.2023થી ટ્રેન 17624 શ્રી ગંગાનગર-હુજૂર સાહેબ નાંદેડ એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 07.55/08.10 કલાકના બદલે 07.50/08.00 કલાકનો રહેશે.
11. તારીખ 06.07.2023 થી ટ્રેન 14707 બિકાનેર – દાદર એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 22.50/23.10 કલાકના બદલે 22.50/23.05 કલાકનો રહેશે.
12. તારીખ 06.07.2023 થી ટ્રેન 12215 દિલ્હી સરાય રોહિલ્લા- બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 00.35/00.45 કલાકના બદલે 00.30/00.40 કલાકનો રહેશે.
13. તારીખ 09.07.2023 થી ટ્રેન 22452 ચંદીગઢ- બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 00.35/00.45 કલાકના બદલે 00.30/00.40 કલાકનો રહેશે.
14. તારીખ 07.07.2023 થી ટ્રેન 20944 ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય00.35/00.45 કલાકના બદલે 00.30/00.40 કલાકનો રહેશે.
યાત્રીઓને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરવાની વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, યાત્રીઓએ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.