અમદાવાદ સ્ટેશન પર ચાર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સગવડતા અને ટ્રેનોની સમયપાલન ને વધુ યોગ્ય બનાવવા માટે ,દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ, દાદર-બીકાનેર એક્સપ્રેસ, યશવંતપુર-બાડમેર એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-બાડમેર એક્સપ્રેસ ટ્રેનો તાત્કાલિક પ્રભાવ થી અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 20484 દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ નું અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 22:45/22:55 ના બદલે 22:50/23:00 વાગ્યા સુધીનો રહેશે.
2. ટ્રેન નંબર 12490 દાદર-બીકાનેર એક્સપ્રેસ નું અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 22:45/22:55 ના બદલે 22:50/23:00 વાગ્યા સુધીનો રહેશે.
3. ટ્રેન નંબર 14805 યશવંતપુર-બારમેર એક્સપ્રેસ ટ્રેનનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 18:20/18:30 વાગ્યાને બદલે 18:30/1840 વાગ્યા સુધી નો રહેશે.
4. ટ્રેન નંબર 19009 બાંદ્રા ટર્મિનસ-બારમેર એક્સપ્રેસ ટ્રેનનો 16 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 03:15/03:20 વાગ્યાને બદલે 03:20/03:30 વાગ્યા સુધીનો રહેશે..
ટ્રેનો ના પરિચાલનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો. www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.