કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અનોખા લૂકમાં પારુલ ગુલાટીએ ચાહકોને કર્યાં મંત્રમુગ્ધ

મુંબઈ, કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી પારુલ ગુલાટીએ પોતાના અનોખા લુકથી ફેસ્ટિવલમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી રહી છે. પહેલા વાળથી બનેલો ડ્રેસ પહેર્યા બાદ તે હવે એક નવા લુકમાં જોવા મળી છે.
હવે તેનો નવો લુક પણ ચર્ચામાં છે જેમાં તે ખૂબ જ સુંદર અને અલગ દેખાઈ રહી છે.નિશ હેરની સીઈઓ પારુલ ગુલાટીએ કાનમાં સાડી પહેરીને પોતાની સુંદરતાનો જાદુ ફેલાવ્યો છે. આ લુકમાં તે એકદમ ક્લાસી લાગી રહી છે.
પારુલે ગોલ્ડન કલરની બનારસી ટીશ્યુ સાડી પહેરી છે. આ સાથે, તેણે મેચિંગ ઓફ શોલ્ડર બ્લાઉઝ પહેર્યું હતું.પારુલે સાડી સાથે મિરર નેટ દુપટ્ટો પહેરીને પોતાના લુકને રોયલ ટચ આપ્યો હતો. સાડી સાથે અભિનેત્રીએ નાકમાં નથ પહેરીને આ લુકને વધુ ક્લાસી બનાવ્યો હતો.
આ સાથે તેણે કપાળ પર ચમકતી બિંદીથી શણગાર કર્યાે હતો.પારુલ ગુલાટીએ આ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે અને સાડી વિશે વિગતો આપી છે.
તેણે લખ્યું- ઝૂમ ઇન કરો અને જુઓ કે આ કોઈ સામાન્ય સાડી નથી.પારુલે આગળ લખ્યું – ‘મોહિત રાય અને ટીમ દ્વારા બનાવેલી આ કસ્ટમ બનારસી ટીશ્યુ સાડી કિસમિસમાં બોળીને મારા શરીર પર રંગાયેલી છે અને જાણે મારા પર મઢાઈ ગઈ છે, તેમાંય વળી પરંપરાગત કાપડ, ફ્યુચર ફિનિશ અને એક સુંદર ક્ષણ, ખૂબ જ દેશી.’ચાહકો પણ પારુલ ગુલાટીની આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે.
એક ચાહકે લખ્યું હતું કે ‘કેટલી સુંદર લાગે છે!, બીજાએ પણ એમ જ લખ્યું હતું સુંદર પરી જેવી લાગે છે તો અન્યએ કંઈક ભળતી પ્રતિક્રિયા આપી હતી.SS1MS