મિતાલી રાજ અને સોનુ સૂદની હાજરીમાં પારુલ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ યોજાશે
પારુલ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ આગામી દિવસોમાં યોજાનાર છે જેમાં 2022માં સ્નાતક અને અનુસ્નાતક સહિતના અભ્યાસક્રમ સફળતાથી પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ડિગ્રી તેમજ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. Parul University will be hosting the 6th convocation ceremony in the presence of Mithali Raj and Sonu Sood
સમારોહમાં વિદ્યાર્થીઓને તેમના જીવનમાં સફળતા અને સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવા માટે બે મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં ક્રિકેટર મિતાલી રાજ અને એક્ટર તેમજ કોરોનાકાળમાં હજારો લોકોની મદદ કરનાર સોનુ સૂદનો સમાવેશ થાય છે.
મિતાલી રાજનો પરિચય આપવાની આમતો કોઈ જરૂર નથી. મિતાલી રાજે ભારતની સૌથી મહાન મહિલા બેટર તરીકે નામના મેળવી છે. એટલું જ નહીં, બે દાયકા સુધી ફેલાયેલી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં સફળતાપૂર્વક શ્રેષ્ઠ દેખાવ પણ કર્યો છે. તો તેમની સાથે માનવતા માટે સાચા હૃદય સાથેનો માણસ, યુનાઇટેડ નેશન્સ ડીપી SDG સ્પેશિયલ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડ મેળવનાર, જે સાચા પ્રેરણાદાયી હીરો છે તે સોનુ સૂદ પણ સમારોહમાં હાજરી આપશે.
છઠ્ઠો દીક્ષાંત સમારોહ ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અભ્યાસક્રમોના વિવિધ પ્રવાહોના એન્જિનિયરિંગ, એપ્લાઇડ સાયન્સ, કોમર્સ, કોમ્પ્યુટર એપ્લીકેશન, એપ્લાઇડ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ફાઇન આર્ટસ, લાઇબ્રેરી સાયન્સ, હેલ્થ એડમિનિસ્ટ્રેશન, જાહેર આરોગ્ય, ફાર્મસી, ફિઝિયોથેરાપી, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, આર્કિટેક્ચર, કૃષિ, સામાજિક કાર્ય, ડિઝાઇન, કાયદો, વ્યવસ્થાપન સહિતના અભ્યાસના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે.
એટલું જ નહીં સમારોહમાં યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમના કાર્યના વિવિધ ક્ષેત્રો અને સ્ટાર્ટ-અપ્સમાં તેમના યોગદાન અને સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવશે. આ સમારંભમાં 9500થી વધુ વિદ્યાર્થીઓને તેમના પરિવાર અને મિત્રો સાથે હાજરી આપશે. આ ઉપરાંત લાયક વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમમાં શ્રેષ્ઠતાના ચિહ્ન તરીકે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
સમારોહ અંગે મિતાલી રાજે જણાવ્યું હતું કે, એક વિદ્યાર્થી તરીકે હું સમજું છું કે, સપના માટે સખત મહેનત કરવી સહેલી નથી. હું માનું છું કે તમામ વિદ્યાર્થીઓએ તેમની સફરમાં લાંબી મજલ કાપી છે. હું આ ખાસ દિવસે તેમની સાથે જોડાવા અને ઊજવણી કરવા માટે ખૂબ જ ઉત્સુક છું
. હું PU વાઇબ્રન્ટ કેમ્પસમાં આવવા માટે રાહ નથી જોઈ શકતી. તો બીજી તરફ સોનુ સુદે જણાવ્યું હતું કે, દીક્ષાંત સમારોહના દિવસોમાં સ્મિત અને આનંદની સાક્ષી ક્યારેય જૂની થતી નથી. હું પારુલ યુનિવર્સિટીના સમારોહનો ભાગ બનવા અને તમામ સ્નાતકો સાથે સુંદર ક્ષણો વિતાવવા માટે ઉત્સુક છું.