Western Times News

Gujarati News

ઈન્ડિગોમાં એર હોસ્ટેસની છેડતી કરનાર યાત્રીની ધરપકડ

નવી દિલ્હી, દિલ્હીથી શિરડી જનારી ઈન્ડિગોની ફ્લાઇટમાં એર હોસ્ટેસની છેડતી કરવાના આરોપમાં એક પુરુષ યાત્રીની ધરપકડ કરવામાં આવી છે.

છેડતીની ઘટના શૌચાલયની પાસે બની હતી. પુરુષ મુસાફરે નશાની હાલતમાં મહિલા ક્‰ મેમ્બરને અનુચિત રીતે સ્પર્શ કર્યાે હતો. એર હોસ્ટેસે તરત જ ક્‰ મેનેજરને તેની જાણ કરી હતી. મેનેજરે લેન્ડિંગ પછી સુરક્ષા કર્મીઓને તેની જાણ કરી હતી.

એરપોર્ટ પર મુસાફરની ધરપકડ કરાઇ હતી. શિરડી એરપોર્ટ પર ફ્લાઇટના લેન્ડિંગ પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રાહાતા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે અને મેડિકલ રિપોર્ટમાં ખરાઈ થઈ છે કે યાત્રીએ દારુ પીધો હતો.

પોલીસ અધિકારીઓના કહેવા મુજબ રાહાતા પોલીસે આરોપીને નોટિસ પણ મોકલી છે. ઈન્ડિગો એરલાઈન્સ તરફથી એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે.

અમને બીજી મે, ૨૦૨૫એ દિલ્હીથી શિરડી જનારી ફ્લાઇટ ૬ઈ ૬૪૪૦માં બનેલી ઘટનાની જાણકારી છે, જેમાં એક યાત્રીએ કેબિન ક્‰ની સાથે અનુચિત વ્યવહાર કર્યાે હતો. અમારા ક્‰ મેમ્બરોએ નિયમોનું પાલન કર્યું અને યાત્રીને અનિયંત્રિત જાહેર કર્યાે હતો. વિમાન લેન્ડિંગ થયા પછી યાત્રીને સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.