Western Times News

Gujarati News

મર્યાદાથી વધુ સામાન લઈ જનાર મુસાફરોને દંડ કરાશેઃ પશ્ચિમ રેલવે

પ્રતિકાત્મક

નવી દિલ્હી, દિવાળીના પર્વ નિમિત્તે ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો ધસારો વધી ગયો છે. જેના કારણે મુંબઈના બાંદ્રા ટર્મિનસ પર ભાગદોડ મચી ગઈ હતી.

આ ઘટનાના કેટલાક દિવસ પછી પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે, જો મુસાફરો પાસે સામાન તેમની સંબંધિત શ્રેણીની યાત્રા માટે સ્વીકાર્ય મર્યાદા કરતા વધુ હશે તો તેમને દંડ કરવામાં આવશે. આ સાથે પશ્ચિમ રેલવેએ લોકોને સ્ટેશનો પર ભીડભાડ ન કરવા વિનંતી કરી છે.

પશ્ચિમ રેલવેએ મંગળવારે એક જાહેરાતમાં કહ્યું કે, પ્રત્યેક મુસાફરને કોઈ પ્રકારના વધારાના ચાર્જ વિના ચોક્કસ માત્રામાં સામાન લઈ જવાની મંજૂરી છે, પરંતુ સ્કૂટર કે સાયકલ જેવી વસ્તુઓની સાથે-સાથે ૧૦૦ સેમી ટ ૧૦૦ સેમી ટ ૭૦ સેમીથી વધુ કદ ધરાવતો સામાન ચાર્જ વિના(મફત) લઈ જવો યોગ્ય નથી.

પશ્ચિમ રેલવે તમામ યાત્રીઓને સ્ટેશનો પર ભીડભાડથી બચવા અને નક્કી કરાયેલી મર્યાદાનું પાલન કરીને ટ્રેન શેડ્યુઅલ અનુસાર જ આવશ્યક હોવા પર સ્ટેશન પરિસરમાં પ્રવેશ કરવા વિનંતી કરી છે. યાત્રાના વિવિધ વર્ગાે માટે નિઃશુલ્ક સામાન લઈ જવાના નિયમ જુદા-જુદા છે.

જો સામાન નક્કી કરાયેલી સીમાથી વધુ છે, તો તે પ્રમાણે દંડ વસૂલવામાં આવશે. આ દંડનો નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે, અને આઠમી નવેમ્બર સુધી લાગુ રહેશે.પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય, પ્લેટફોર્મ પર ભીડને ઓછી કરવા અને સ્ટેશન પરિસરની અંદર યાત્રીઓ માટે સરળ અવરજવરની સુવિધા પ્રદાન કરવા માટે લેવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.