નડિયાદમાં આવેલા બસ સ્ટેન્ડમાં ચોમાસા પહેલા રોડ બનાવવા મુસાફરોની માંગ

(પ્રતિનિધિ) નડિયાદ, નવા બસના લોકાર્પણ ટાંણે સરકારે એવુ કથન કર્યું કે, બસમાં બેસીને રકાબીમાં ‘ચા’ પીશો તો પણ ઢોળાશે નહીં.” પણ નડિયાદ બસ સ્ટેન્ડની હાલત એવી છે કે, એસ. ટી. બસમાં બેસીને રકાબીમાં તો શું? કપમાં ચા પીશો તો પણ ઢોળાયા વગર નહીં રહે.એટલી અનહદે ખાડા ટેકરી વાળો રફ રોડ છે.ડામર રોડના અભાવના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ચોમાસા પહેલા રોડ બનાવવા મુસાફરોએ માંગ કરી છે. મુસાફરોને બુટ – ચંપલ પહેર્યા હોય તો પણ પગમાં તેની (મેટલના પત્થરોની) અણીઓ વાગે છે.
આ સંદર્ભે નડિયાદ શહેર કોંગ્રેસે ઈમેલ દ્વારા રજૂઆત કરેલી છે. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે રોષ પૂર્વક મુસાફરોને પડતી તકલીફો જણવતા કહ્યું છે કે, નડિયાદમાં નવી ચાલુ બસમાં બેસીને, રકાબીમાં નહીં પણ કપમાં ચા પીવાનો પ્રયોગ કરવા સરકારી બાબુઓને વિનંતી કરુ છુ જેથી નડિયાદના રસ્તાઓ કેટલી ખરાબ સ્થિતિમાં છે તે તમે પોતે અનુભવી શકશો. વધુમાં જણાવ્યું હતું કે,?નડીઆદ એસ. ટી. ડેપો (જુના)ની ડામર સપાટી એટલી હદે નામશેષ થઇ ગયેલ છે કે ડામર શોધ્યોય જડે તેમ નથી. મોટાં – મોટાં ખાડા પડી ગયેલ છે. ડામર સપાટીની નીચે પાથરવામાં આવતા મેટલ પત્થરો એટલા બધા ઉપસી આવ્યા છે કે મુસાફરોને બુટ – ચંપલ પહેર્યા હોય તો પણ પગમાં તેની (મેટલના પત્થરોની) અણીઓ વાગે છે.
ઉંમર લાયક વ્યક્તિઓને ચાલવામાં બહુ જ કઠનાઈઓનો સામનો કરવો પડે છે રાહદારી લોકોને બસ સ્ટેન્ડની અંદર ચાલવામાં એટલી બધી મુશ્કેલી વેઠવી પડે છે કે પડવા વાગવાનો તથા પગ મચકોડાઇ જવાનો ડર લાગ્યા કરે છે અને ખાસ કરીને ઉંમર લાયક વ્યક્તિઓને ચાલવામાં બહુ જ કઠનાઈઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના નિવારણ માટે શક્ય તેટલી વહેલામાં વહેલી તકે નડીઆદ એસ. ટી. બસ ડેપો (જુના)માં રસ્તાનું રીસરફ્રેસીગ કરવામાં આવે તેવી માંગ કરી છે.
આજથી ત્રણ – ચાર વર્ષ પહેલા નડિયાદમાં નવા એસ.ટી. બસ ડેપોની મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું ત્યારે નડિયાદની મુસાફર જનતામાં એટલા માટે આનંદની લાગણી પ્રસરી ગઇ હતી કે મુસાફર જનતાને એવું લાગવા માંડ્યું હતું કે બસ ડેપોમાં કેટલીક પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તે હવે દૂર થશે અને લોકોને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવા રજૂઆત કરાઈ પરંતુ મુસાફર જનતાની આ માન્યતા તદ્દન ઠગારી નિવડી છે.
કેમ કે, બસ ડેપોની મરામતનું કામ જે મંથર ગતિએ ચાલી રહ્યું છે એ જાેતાં મુસાફર જનતાને હવે એવું લાગી રહ્યું છે કે કામ પૂરું થતાં હજુ બીજા ત્રણ ચાર વર્ષ જેટલો સમય નીકળી જશે અને મુસાફર જનતાએ સુવિધાના નામે – હેરાનગતિ ભોગવવી જ પડશે. તેથી આ પત્ર દ્વારા તાકીદ કરવામાં આવે છે કે બસ ડેપોની મરામતનું કામ જે એજન્સીને સોંપવામાં આવ્યું હોય તે એજન્સીને ખાતાકીય રાહે વહેલામાં વહેલી તકે એટલે કે ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવા રજૂઆત કરાઈ છે.
આણંદ તરફના સ્ટેન્ડ પર સિધો તાપ આવતાં મુસાફરોને ભારે હાલાકી મહત્વનું છે કે, આ બસ સ્ટેન્ડમાં આણંદ તરફના સ્ટેન્ડ પર સિધો તાપ આવતાં મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. લાંબા સમય સુધી તાપમા બેસવુ પડે છે જેના કારણે અહીંયા પ્રાથમિક ધોરણે નેટ મારવામાં આવે તેવી માંગ પણ મુસાફરોએ કરી છે. ન છુટકે મુસાફરોને સામેની સાઈડે છાયામા ઊભુ રહેવુ પડે છે. જેના કારણે બસના ચાલકોને તો ક્યારેક મુસાફરોને જીવનું જાેખમ રહેલું હોય છે.