બસ ચાલકોની હડતાળના કારણે મુસાફરો પરેશાન
સુરત, વાહન વ્યવહારને લગતા કાયદા સામે ટ્રક અને બસ ચાલક વિરોધ કરી રહ્યા છે. હાલમાં જ સરકાર દ્વારા માર્ગ અકસ્માતને લઈને આ નવા કાયદાની રચના કરવામાં આવી છે જે મુજબ ૧૦ વર્ષની સજા અને ૭ લાખના દંડ સહિતની જાેગવાઈ કરાઈ છે .
સોમવારથી ટ્રક અને બસ ચાલક આ કાયદા સામે વિરોધ પ્રદર્શન કરી રહયા છે. સુરત અને ભરૂચમાં ને.હા નંબર ૪૮ પર ટ્રક ચાલકો દ્વારા વાહન વ્યવહાર ઠપ્પ કરી દેવાયો હતો.
સીટી બસ ચાલક પણ વિરોધમાં જાેડાયા છે. તંત્રની સમજાવટ બાદ ૫૦ ટકા નોકરી પર પરત ફર્યા છે પણ ઓછી બસ દોડતી હોવાના કારણે હજુ લોકો હેરાન થઈ રહ્યા છે. SS3SS