બગસરા એસટી ડેપોમાં આડેધડ બસ રૂટ રદ્ કરાતા મુસાફરોએ ઘેરાવ કર્યો
બગસરા, અહીના એસટી ડેપોની હાલત અતિ દયનીય થતી જતી હોઈ તેવું લાગી રહયું છે. અનેક સમસ્યાઓથી ઘેરાયેલા અહીના ડેપોના સંચાલકો દ્વારા જેમ ફાવે તેમ અનેક રૂટ બંધ કરી દેવામાં આવે છે.
જાણવા મળતી માહિતી મુજબ રોજના ૧પ જેટલાં રૂટ બંધ કરી દેવામાં આવે છે. નિયમીત ચાલતા અને વર્ષો જુના રૂટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. વહેલી સવારે ચાલતી બગસરા ભાવનગર જે એક માત્ર બસ છે.
ઘણા સમયથી નિયમીત ચાલતી હોવા છતાં હાલમાં ઘણા સમયથી આ બસ બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત-બગસરા રાજકોટ વાયા વડીયા, બગસરા-રાજકોટ વાયા દેરડી, બગસરા-જુનાગઢ વાયા ભેસાણ, રાજુલા-મહુવા રફાળા, જેતપુર રાજકોટ, ધોરાજી ખાંભા જેવા અનેક રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના લીધે અનેક મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે.
રજુઆત બાદ પણ પગલાં ન લેવાતા અંતે આઅજે તો મુસાફરો દ્વારા પુછપરછ ઓફીસનો ઘેરાવ કરાયો હતો. આ બબતે ડેપો મેનેજરને પુછતાં તેમનો ફકત એક જ જવાબ મળે છે કે ડ્રાઈવર નથી અને અમુક ડ્રાઈવર રજા ઉપર છે. એટલે થોડા દિવસોમાં તમામ બસ ચાલુ કરાવી આપશું. હમણાં બીજી એકસપ્રેસ બસ આવશે તેમાં તમે લોકો જતા રહો.
આવા ઉડાઉ જવાબ આપતા મુસાફરોમાં રોષ ઉઠી રહયો છે. મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી છે. કે આવા અધિકારી ઉપર તેમના ઉપરના અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને જેમ ફાવે ત્એમ રૂટ બંધકરી દેવામાં આવ્યા છે. તે તમામ રૂટ ફરી ચાલુ કરવામાં આવે.