વીંછીએ મહિલાને ડંખ મારતા પેસેન્જર્સ ટેન્શનમાં
નવી દિલ્હી, નવી દિલ્હીઃ પ્લેનમાં સાપ, માંકડ, ઉંદર એટલું જ નહીં પક્ષી પણ જાેવા મળ્યા છે, પરંતુ કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે કોઈ પેસેન્જરને વીંછીએ ડંખ માર્યો હોય. આ ઘટના આપણા ભારતમાં જ નબી છે. નાગપુર-મુંબઈ ફ્લાઈટ જ્યારે હવામાં હતી ત્યારે એક મહિલાને વીંછીએ ડંખ માર્યો હતો.
પ્લેન જ્યારે એરપોર્ટ પર લેન્ડ થયું એ પછી તરત જ મહિલાને સારવાર માટે હોસ્પિલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું. થોડા સમય બાદ મહિલાને ઘરે જવા માટે રજા પણ આપી દેવામાં આવી હતી. હાલ આ મહિલા ખતરામાંથી બહાર છે.
આ ઘટના ૨૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ બની હતી. એર ઈન્ડિયાની નાગપુર-મુંબઈ ફ્લાઈટ હવામાં હતી ત્યારે મુંબઈ એરપોર્ટને સૂચના મોકલવામાં આવી કે એક ડૉક્ટર સાથે તૈયાર રહે. જાે કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી, જે દુર્લભ પણ હતી. આપણી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મહિલાને વીંછીએ ડંખ માર્યો હતો.
પ્લેન લેન્ડ થયા બાદ મહિલા પેસેન્જરને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અમારા અધિકારી મહિલાની સાથે હોસ્પિટલમાં ગયા હતા અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ત્યાં સુધી મદદ કરી હતી. એર ઈન્ડિયાની એન્જિનિયરની ટીમે પ્લેનની વ્યાપક તપાસ પણ કરી છે, એવું એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, એક મહિલા યાત્રીને તાત્કાલિક સારવારની જરુર પડી શકે છે.
આ સ્થિતિ ઉભી થયા બાદ જ્યારે મહિલા પ્લેનમાંથી બહાર આવી ત્યારે તરત જ મેડિકલ ટીમે તેમની તપાસ કરી હતી. જે બાદ મહિલા પેસેન્જરને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. થોડી વાર પછી મહિલા પેસેન્જરને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, ઘટના બાદ અમારી ટીમે પ્રોટોકોલનું પાલન કર્યુ હતું અને એરક્રાફ્ટની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.
એર ઈન્ડિયાએ જણાવ્યું કે, જ્યારે પ્લેનમાં જંતુનાશક દવા છાંટવામાં આવી ત્યારે વીંછી બહાર આવ્યો હતો. એર ઈન્ડિયાએ પેસેન્જર્સને પડેલી મુશ્કેલી બદલ માફી પણ માગી હતી. આ પહેલાં પણ આવી જ એક વિચિત્ર ઘટના બની હતી. ગલ્ફ ઈન્ડિયા ફ્લાઈટના કોકપીટમાં ગયા વર્ષે જુલાઈ મહિનામાં એક પક્ષી જાેવા મળ્યું હતું.
ગયા ડિસેમ્બરમાં એક ભારતીય કેરિયરની ફ્લાઈટના કાર્ગોમાં સાપ મળ્યો હતો. આ પ્લેન કાલીકટથી દુબઈના રસ્તે જઈ રહ્યું હતું. જાે કે, ઉંદર તો અનેકવાર ફ્લાઈટમાં જાેવા મળી ચૂક્યા છે.SS1MS