બે ટ્રેનના એકસરખા નામ હોવાથી મુસાફરો મૂંઝવણમાં મુકાયા, જેના કારણે નાસભાગ થઈ

પોલીસે કહ્યું કે, ‘પ્રયાગરાજ તરફ ચાર ટ્રેનો જવાની હતી, આમાંથી ત્રણ ટ્રેનો વિલંબથી દોડી રહી હતી, જેના કારણે રેલવે સ્ટેશન પર ભારે ભીડ થઈ
નવી દિલ્હી, નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ થયેલી નાસભાગમાં નવ મહિલા, ચાર પુરૂષ અને પાંચ બાળકો સહિત ૧૮ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ ઘટનાની તપાસ કરી સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
દિલ્હી પોલીસે કહ્યું કે, ‘બે ટ્રેનના એકસરખા નામ હોવાથી મુસાફરો મૂંઝવણમાં મુકાયા હતા, જેના કારણે નાસભાગ થઈ. ‘પ્રયાગરાજ’ નામથી બે ટ્રેનો હતી.
એક પ્રયાગરાજ એક્સપ્રેસ અને બીજી પ્રયાગરાજ સ્પેશિયલ…’ દિલ્હી પોલીસે કહ્યું કે, ‘પ્રયાગરાજ તરફ ચાર ટ્રેનો જવાની હોવાથી રેલવે સ્ટેશન પર ભારે ભીડ હતી. પ્લેટફાર્મ નંબર-૧૪ પર પ્રયાગરાજ એક્સપ્રેસ ઉભી હતી. આ દરમિયાન પ્લેટફાર્મ નંબર-૧૬ પર પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન આવવાની જાહેરાત થયા બાદ ભ્રમ ઉભો થયો હતો. જે મુસાફરો પ્લેટફાર્મ નંબર-૧૪ પર ન પહોંચી શક્યા, તેઓને ભ્રમ થયો કે, તેમની ટ્રેન પ્લેટફાર્મ નંબર-૧૬ પર આવી રહી છે, જેના કારણે નાસભાગની ઘટના બની. પરંતુ આ બંને ટ્રેનો જુદી જુદી હતી.’
अगर “144 साल” का झूठा प्रचार नहीं किया गया होता, तो शायद करोड़ों लोग आंखें बंद करके प्रयागराज नहीं निकलते, और नई दिल्ली रेलवे स्टेशन पर यह हादसा नहीं होता।pic.twitter.com/f7NPXQpIAl
— Hansraj Meena (@HansrajMeena) February 16, 2025
પોલીસે કહ્યું કે, ‘પ્રયાગરાજ તરફ ચાર ટ્રેનો જવાની હતી. આમાંથી ત્રણ ટ્રેનો વિલંબથી દોડી રહી હતી, જેના કારણે રેલવે સ્ટેશન પર ભારે ભીડ થઈ.’
આ પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે, રેલવેએ કુંભ માટે ખાસ ટ્રેનની જાહેરાત કરી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે રેલવેએ ભારે ટિકિટ વેચાણ થતા, તેમણે ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો, પરંતુ ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી. પ્રયાગરાજ કુંભ જતી ટ્રેન પ્લેટફોર્મ નંબર ૧૪ પર રાહ જોઈ રહી હતી.
આ દરમિયાન ત્યાં પહેલેથી જ મોટી ભીડ હાજર હતી, અને અન્ય મુસાફરો પણ ત્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રેલવેએ અચાનક પ્લેટફોર્મ નંબર ૧૬ પરથી એક ખાસ ટ્રેનની જાહેરાત કરી, જે મુસાફરો પહેલાથી જ પ્લેટફોર્મ ૧૪ પર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ હવે પ્લેટફોર્મ ૧૬ તરફ પણ દોડવા લાગ્યા, જેના કારણે અફરાતફરી સર્જાઈ હતી.
ભીડ બેકાબૂ થઈ ગઈ અને લોકો એકબીજા પર પડવા લાગ્યા. આ નાસભાગનું કારણ બન્યું હતું. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રેલવે પ્રોટેક્શન ફોર્સ (ઇઁહ્લ)ના કર્મચારીઓની તહેનાતી સંતુલિત નહોતી, જેના કારણે ભીડને નિયંત્રિત કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ અને પરિસ્થિતિ વધુ ખરાબ થઈ.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ થયેલી નાસભાગમાં ૧૮ લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં નવ મહિલા, ચાર પુરૂષ અને પાંચ બાળકો સમાવિષ્ટ છે. જેમાં સૌથી વધુ નવ બિહારના, આઠ દિલ્હીના અને એક હરિયાણાના છે. આ ઘટના પ્લેટફોર્મ ૧૩ અને ૧૪ પર બની હતી. તે સમયે હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે સ્ટેશન પર એકઠા થઈ રહ્યા હતા અને ટ્રેનમાં ચઢવા ધક્કા-મુક્કી કરી રહ્યા હતાં.