Western Times News

Gujarati News

સરકારી રેકોર્ડમાં ચેડાં કરી પાસપોર્ટ બનાવવાના રેકેટનો પર્દાફાશ

(એજન્સી)દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જન્મ પ્રમાણપત્રના સરકારી રેકર્ડ સાથે ચેડા કરીને યુ.કે.માં સ્થાયી થવા માટે પોર્ટુગીઝના વીઝા મેળવવા બનાવટી ભારતીય પાસપોર્ટ તૈયાર કરવાનાં મસમોટા કૌભાંડનો દ્વારકા પોલીસે પર્દાફાશ કર્યાે છે. એક સસ્પેન્ડેડ તલાટી મંત્રી અને પાંચ પાસપોર્ટ એજન્ટો સહિતના પોરબંદર, સુરત, વલસાડ અને દમણમાંથી નવ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

આ સાથે સમગ્ર પાસપોર્ટ કૌભાંડની વધુ તપાસ એસઓજી દ્વારા ચાલુ કરી દેવાઈ છે.વિગત પ્રમાણે, પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી યુ.કે. (ઈંગ્લેન્ડ) જવા ઈચ્છતા વ્યક્તિઓ પોરબંદરમાં રહેતા પાસપોર્ટ એજન્ટ દિલીપ મોઢવાડિયા અને તેના સંબંધી આશિષ ઓડેદરાનો સંપર્ક કરતા હતાં. જેમાં આશિષ વલસાડ અને દમણના પાસપોર્ટ એજન્ટોના સંપર્કમાં હતો.

તેમજ રાયદે રાણા ઓડેદરા પોર્ટુગીઝ નાગરિકોના દસ્તાવેજો તથા પાસપોર્ટ બનાવવા જરૂરી માહિતી મેળવી, સસ્પેન્ડેડ તલાટી કમ મંત્રી હાર્દિક રાવલિયાની મદદથી અરજદારની પાછળ દીવ, દમણ કે ગોવાનાં વતની પોર્ટુગીઝ માતા અથવા પિતાનું નામ નાખીને માયનોર વિઝા સરળતાથી મળી રહે તે રીતે ૨૧ વર્ષથી ઓછી વય રાખી જન્મ તારીખમાં ફેરફાર કરતા હતા.

તલાટી કમ મંત્રી હાર્દિક તેની સરકારી ફરજનો ગેરઉપયોગ કરી જન્મ-મરણ નોંધ રજીસ્ટરમાં જૂની નોંધો કોઇપણ રીતે હટાવી તેમાં સત્તાની રૂએ ઓનલાઈન વેબપોર્ટલમાં ખોટા જન્મપ્રમાણપત્રો જનરેટ કરી પોતાની સહી કરી આપતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.