પાટણમાં પોલીસે લાખોના દાગીના ભરેલુ પાકીટ રીક્ષા મુસાફરને પરત અપાવ્યું
પાટણ, પાટણ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા મોંઘવારીના સમયમાં રૂા.ર લાખના દાગીના પરત આપી પાટણ પોલીસ તંત્રની ઈમાનદારી અને ફરજ પ્રત્યેેની નિષ્ઠા ઉજાગર કરી છે.
મળતી માહિતી અનુસાર સી.એન.દવેે પોલીસ સબઇન્સ્પેક્ટર સિટી ટ્રાફિક પાટણ તથા ટ્રાફિક પોલીસ બ્રાંચના પોલીસ સ્ટાફ સાથે ફરજ પર હતા. એ દરમ્યાન સેજલપુર નાગજીભાઈ દેસાઈ (રહે.રબારી કોલોની, અમદાવાદ) દ્વારા રજુઆત કરેલ કે મારા પિયર પાટણ ખારીવાવડી, જી.પાટણ ખાતે લગ્ન હોઈ અમદાવાદથી ખાડીયા વિસ્તાર પાટણ ખાતે ઉતરેલા બાદ ખાડીયાથી ઓટો રીક્ષા બંધાવી હતી.
જે રીક્ષાચાલકનું નામ હિતેશભાઈ અભુજી ઠાકોર રીક્ષા નં.જીજે. ૦૮ એ.વી-૪૦૦ર હતુ. ત્યારબાદ પાટણ બગવાડા સર્કલ ઉતરી બીજી રીક્ષા કરી બાદમાં અમોને રસ્તામાં ખબર પડી કે અમારૂ પાકીટ આ રીક્ષાવાળાની રીક્ષામાં જ ભૂલી ગયા છીએ. આથી પરત બગવાડા આવી પહોંચ્યા હતા.
બગવાડા આવી સદર રીક્ષા બાબતે પૂછપરછ કરતાં પરંતુ રીક્ષા મળી આવી નહોતી. જેથી સંબંધી કે જે પોલીસમાં નોકરી કરે છે એ વિષ્ણુભાઈ વરવાભાઈ ખાનપુર વાળાનો સંપર્ક સાધ્યો હતો. વિષ્ણુભાઈએ સી.અ.ન.દવે પોલીસ સબઈન્સપેક્ટર સિટી ટ્રાફિક શાખાનો સંપર્ક સાધ્યો હતો.
જેથી તેઓએ નેત્રમ કમાન્ડ કંટ્રોલ ખાતે સીસીટીવી એક કરી સીસીટીવી ફૂટેજ મારફતે જે રીક્ષામાં બેઠા હતા એ રીક્ષાચાલકને શોધી કામગીરી હાથ ધરી હતી. અને રીક્ષાચાલક હિતેશભાઈ અભુજી ઠાકોર પાસેથી બહેનનું પાકિટ જેમાં સોનાનુ મંગળસુત્ર વિગેરેનો આશરે કિંમત રૂા.બે લાખ હતા. જે મેળવી આપી ટ્રાફિક પોલીસે સારી કામગીરી બજાવી હતી. અને પાટણ પોલીસને ગૌરવ અપાયુ હતુ.