પાટણમાં કલેકટરના વિદાય સમારોહ સાથે નવનિયુકત કલેકટરને આવકાર અપાયો
પાટણ, પાટણ જીલ્લા કલેકટર તરીકે કામગીરી કરનાર આઈએએસ અધિકારી તરીકે કામગીરી નિભાવનાર સુપ્રીતસિંઘ ગુલાટીની ગાંધીનગર ખાતે બદલી થતા અને તેઓની જગ્યાએ નવનિયુકત થયેલા કલેકટરને કલેકટર કચેરીના નવીન કોન્ફરન્સ હોલ ખાતે પાટણ શહેરની વિવિધ સેવાકીય સામાજીક શૈક્ષણીક ધામિક સંસ્થાઓ દ્વારા આભારદર્શન સાથે વિદાય સન્માન સાથે આવકાર સમારોહ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પાટણ શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા જીલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી દ્વારા પાટણ શહેર અને જીલ્લામાં લોકો સાથે સુમેળભર્યા વ્યવહારથી કરાયેલા કામોને બિરદાવવામાં આવ્યાં હતાં. કોરશોનાના કપરા સમયમાં એક અધિકારી તરીકે નહી
પરંતુ પરીવારના સભ્ય તરીીકે નાનાનાં નાના વ્યકિત સાથે ઉભા રહી લોકોના દીલજીત સાંતલપુર વિસ્તારના છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી ખેડૂતોની વેદના સાંભળનાર કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીની વિદાયને વસમી ગણાવી હતી.
પાટણ કલેકટર તરીકે કામગીરી કરી વિદાય લઈ રહેલા સુપ્રીતસિંઘ ગુલાટીનું પાટણની વિવિધ સંસ્થાઓ સાથે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, ડોરામાવત, દ્વારા વિવિધ મોમેન્ટો શાલ બુકે આપી ીસન્માનીતી કરી વિદાયમાન આપી કલેકટરની પાટણ શહેર અને જીલ્લામાં કરાયેલા કામગીરી બદલ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. જયારે નવનિયુકત કલેકટરને સ્નેહસભર આવકાર્યા હતાં.