Western Times News

Gujarati News

પાટણ જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

(માહિતી)પાટણ, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેંચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ” ફરમાવેલ છે. જેના ચૂસ્ત અમલીકરણ બાબતે સચોટ કાર્યવાહી હાથ ધરી

તમામ જિલ્લાઓમાં ગ્લુ ટ્રેપ ઉત્પાદન કરતાં યુનિટ્‌સ આઈડેન્ટીફાઈ કરી સત્વરે ગ્લુ ટ્રેપના ઉત્પાદનની કામગીરી બંધ થાય તે અંગે સ્થાનીક કક્ષાએ કડક પગલાં ભરવાની કાર્યવાહી તથા સ્થાનીક કક્ષાએ નાગરીકોમાં ગ્લુ ટ્રેપ બોર્ડનો વપરાશ ના કરવામાં આવે તે પ્રકારના જન-જાગૃતી અભિયાન પણ કાર્યાન્વીત કરવા જણાવેલ છે.

ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે ગુંદરની જાળમાં પકડાયા પછી પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ છે. જેના પરીણામે ડીહાઈડ્રેશન, ભુખમરો અને ગુંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે.

નામ. ગુજરાત હાઈકોર્ટમાં થયેલ ૨૮/૨૦૨૪ સંદર્ભે તા.૧૮/૦૫/૨૦૨૪ના ઓરલ ઓર્ડરથી પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓની ચૂસ્તપણે અમલવારી કરવા સુચના આપવામાં આવેલ છે. તેમજ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ- ૧૯૬૦ની કલમ- ૧૧ મુજબ કોઈપણ પ્રાણીને બિનજરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ થયેલ છે.

જે અંતર્ગત શ્રી અરવિંદ વિજયન (આઇ.એ.એસ), જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ સમગ્ર પાટણ જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા આદેશ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.