Western Times News

Gujarati News

પાટણ જિલ્લાના ખેડૂતો આ કારણસર કરી રહ્યા છે ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ

પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા ભારત માલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન મામલે આવેદન -જમીન સંપાદન અને નોંધ પાડવાની કામગીરી પૂર્વે ખેડૂતોને વિશ્વાસમાં લેવા માંગ કરાઈ

પાટણ, ભારત માલા પ્રોજેકટને લઈ બનાસકાંઠા ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર તેઓની જમીન સંપાદન કરવામાં આવી હોઈ ત્યારે થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ હાઈવે અંતર્ગત પાટણ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતના પ્રશ્નોનું નકકર નિરાકરણના આવે ત્યાં સુધી ખેડૂતોની જમીન સંપાદન

થતા સર્વે નંબરના ૭/૧ર ઉતારામાં સંપાદનની નોંધ ના પાડવાની અને ખેડૂતોને વિશ્વાસમાં લઈને આગળની કાર્યવાહી કરવાની માંગ સાથે પાટણ જિલ્લાના ખેડૂતોએ ગુરૂવારે પાટણ જિલ્લા પ્રાત અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ખેડૂતોની રજૂઆત છે કે ૩ એના જાહેરનામાં બાદ ખેડૂતોના પ્રશ્નોનું સંતોષજનક નિરાકરણ લાવી જી.પી.સી.બી.ના ક્રિયરિંગ વખતે ખેડૂતોના લેખિત અને મૌખિક પ્રશ્નોનું હજુ સુધી સંતોષજનક પરિણામ કે કોઈ નિરાકરણ આવેલ નથી, સર્વિસ રોડ કે આવવા- જવાના રસ્તા કે ચોમાસામાં ફલફ લાઈનોને ધ્યાને લીધેલી નથી.

આ બાબતે સર્વે કરવો, જમીનના મૂલ્યાંકન બાબતે જિલ્લા મૂલ્યાંકન સમિતિ દ્વારા મૂલ્યાત કરતી વખતે અસરગ્રસ્ત ખેડૂત કે ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં મૂલ્યાંકન કરાવવા સહિતની રજુઆત સાથે ખેડૂતોના પ્રશ્નોનું સંતોષજનક નિરાકરણ ના આવે ત્યાં સુધી જમીન સંપાદન કે નોંધ પાડવાની કાર્યવાહી હાથ ન ધરવા ખેડૂતોએ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.