Western Times News

Gujarati News

આપત્તિ વખતે પાટણ જિલ્લા વહીવટી તંત્રના નંબરનો સંપર્ક કરવા જણાવાયું

ભારે વરસાદની આગાહીને લઈને પાટણ જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ-તમામ તાલુકા મામલતદાર કચેરી ખાતે રાઉન્ડ ધી ક્લોક ૨૪*૭ તાલુકા કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવેલ છે.

(માહિતી બ્યુરો, પાટણ) પૂર્વ રાજસ્થાન અને અડીને આવેલા પશ્ચિમ મધ્ય પ્રદેશ વિસ્તાર પરના ડીપ ડિપ્રેશનની અસરોની સંભાવનાઓને ઉપરાંત હવામાન વિભાગની તા.૨૬ ઓગસ્ટ ૨૦૨૪ની આગાહીને ધ્યાને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં વધુ વરસાદના સમયે કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

રાજ્યમાં આગામી  ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે પાટણ જિલ્લામાં વહીવટી તંત્ર હવામાન વિભાગની આગાહીના પગલે સજ્જ બન્યું છે. જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં વધુ વરસાદ થાય તો કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.

ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લામાં વરસાદી સમય દરમિયાન જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ૨૪ કલાક કર્મચારીઓને હાજર રહી કોઈપણ પ્રકારની આપત્તિ સમયે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના માર્ગદર્શનમાં વધુ વરસાદના સમયે નુકશાન ન થાય તે બાબતે તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યા છે.

આપત્તિ જેવી કે ભારે વરસાદ, પૂર વગેરે વખતે નીચે જણાવેલ  નંબરનો સંપર્ક કરવો :-

(1) મામલતદાર કચેરી પાટણ ( ગ્રામ્ય )  02766-230700

(2)મામલતદાર કચેરી, સિદ્ધપુર            02767-220071

(3)મામલતદાર કચેરી, સરસ્વતી           02766-299140

(4)મામલતદાર કચેરી, ચાણસ્મા           02734-222021

(5)મામલતદાર કચેરી,  હારીજ             02733-222076

(6)મામલતદાર કચેરી,   સમી                 02733-244333

(7)મામલતદાર કચેરી, શંખેશ્વર             02733 -273102

(8) મામલતદાર કચેરી, રાધનપુર            02746- 277310

(9)મામલતદાર કચેરી, સાંતલપુર            02738- 224125


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.