પાટણમાં રેલવે સ્ટેશન રોડ પર વાહનો અને લારીઓના ખડકલાથી ટ્રાફિકની સમસ્યા
ગૌરવ પથ પર થતા લારીઓના દબાણને દૂર કરવા માંગ
પાટણ, પાટણ શહેરના હાર્દસમા બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશનને જોડતા બંને તરફના માર્ગ પર આવેલ ગૌરવપથ પર ખાનગી વાહનચાલકો દ્વારા કરવામાં આવતા આડેધડ પા‹કગ અને લારીઓના અડીંગાને લઈ ટ્રાફીકની સમસ્યા ઉદભવતી હોવાની સાથે આ માર્ગ પર ટ્રાફિક નિયમનનું સરેઆમ લોકો ઉલ્લંઘન કરી રહ્યાં છે.
શહેરના બગવાડા ચોકથી રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફીકનું નિયમન કરતા ટ્રાફીક પોલીસનો પોઈન્ટ હોવા છતાં ટ્રાફીક નિયમન માટે કોઈ પોલીસ કર્મચારી હાજર ન હોવાના કારણે ટ્રાફીકની સમસ્યા સર્જાય છે સાથે સાથે ખાનગી વાહનોના આડેધડ પા‹કગના કારણે અન્ય વાહનચાલકોને માર્ગ પરથી પસાર થવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.
શહેરની આ ટ્રાફિક સમસ્યાને નિવારવા પાટણ નગરપાલિકા દ્વારા ગૌરવપથ પર થઈ રહેલા લારીઓના દબાણ દૂર કરવા તેમજ પોલીસતંત્ર દ્વારા નો પા‹કગ ઝોનમાં આડેધડ પા‹કગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવેતેવી જનમાંગ ઉઠવા પામી છે.
શહેરના બગવાડા ચોકથી રેલવે સ્ટેશન માર્ગ પર આડેધડ વાહન પા‹કગો, ખાનગી વાહનચાલકોની દાદાગીરી અને શાકભાજીની લારીઓના અડિંગાને લઈ શાળા, કોલેજ તેમજ ઓફીસોના ટાઈમે ચક્કાજામ સર્જાય છે જેને કારણે લોકો સમયસર પોતાના સ્થળે પહોંચી શકતા નથી. આ વિસ્તારમાં આવેલી હોસ્પિટલો અને દવાખાનાઓમાં દર્દીઓ તેમજ તેમના સગા-વ્હાલાઓને તેમના વાહનો મુકવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે
તેમજ બગવાડા ચોક વિસ્તારમાં સરદાર પટેલના બાવલાથી રેલવે સ્ટેશન માર્ગ પર આવેલ વિવેકાનંદના બાવલા સુધીના બંને તરફના માર્ગ પર આડેધડ દબાણોને કારણે માર્ગો સાંકડા થઈ જાય છે. જેથી વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવું મુશ્કેલ બની જાય છે. સમસ્યાને હલ કરવા નગરપાલિકા અને પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.