પતંજલિના આસિસ્ટન્ટ જનરલ મેનેજરને ૨૫,૦૦૦ રૂપિયાના દંડ સાથે છ મહિનાની જેલની સજા

File Photo
કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અભિષેક કુમારને ૨૫,૦૦૦ રૂપિયાના દંડ સાથે છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે- પતંજલિની સોનપાપરી ગુણવત્તા પરીક્ષણમાં ફેલ
ઉત્તરાખંડ, કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અભિષેક કુમારને ૨૫,૦૦૦ રૂપિયાના દંડ સાથે છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમણે કહ્યું કે ત્રણેયને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઉત્તરાખંડની એક અદાલતે પતંજલિ એલચીની સોનપાપડી બનાવવામાં ખાદ્ય સુરક્ષાના ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ લોકોને છ મહિનાની જેલની સજા ફટકારી છે. Patanjali Soan Papdi Fails Quality Test; Company Manager, 2 Others Get 6 Months Jail
આસિસ્ટન્ટ પ્રોસિક્યુશન ઓફિસર રિતેશ વર્માએ જણાવ્યું કે શનિવારે પિથોરાગઢના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સંજય સિંહે જેલની સજા ઉપરાંત તેના પર ૫,૦૦૦ થી ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. ન્યૂઝ એજન્સી અનુસાર, વર્માએ કહ્યું કે કોર્ટે પિથોરાગઢના બેરીનાગ શહેરના દુકાનદાર લીલાધર પાઠકને ઉત્પાદન વેચવા બદલ છ મહિનાની જેલની સજા અને ૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
કોર્ટે પતંજલિના અધિકૃત પ્રતિનિધિ, નૈનીતાલના રામનગર, કાન્હાજી ડિસ્ટ્રીબ્યુટર્સ પ્રાઈવેટ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર અજય જોશીને છ મહિનાની જેલની સજા અને રૂ. ૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે. કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અભિષેક કુમારને ૨૫,૦૦૦ રૂપિયાના દંડ સાથે છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
તેમણે કહ્યું કે ત્રણેયને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. વર્માએ જણાવ્યું હતું કે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ પાઠકની દુકાનમાંથી પતંજલિ એલચી નવરત્ન સોનપાપડીના નમૂનાઓ એકત્ર કર્યા પછી, તેઓને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની રાષ્ટ્રીય પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ૨૦૨૧ માં આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો હતો જ્યારે રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે નમૂનાઓ ખાદ્ય સુરક્ષા ધોરણોને અનુરૂપ નથી.