પાટડીની ૩૦ બેડની સરકારી હોસ્પિટલ 25 કરોડના ખર્ચે ૧૦૦ બેડની બનશે

૮૯ ગામની ૧.૮૦ લાખની વસ્તીને આરોગ્યની અત્યાધુનીક સુવિધાઓ મળશે
પાટડી, પાટડીમાં રૂ.રપ કરોડના ખર્ચે બનનારી ૧૦૦ બેડની ૩ માળની હોસ્પિટલથી ૮૯ ગામની ૧.૮૦ લાખની વસ્તીને આરોરગ્યની અત્યાધુનીક સુવિધાઓ મળશે. જેમાં હાલ ૩૦ બેડની આ હોસ્પિટલમાં ર૯ સ્ટાફનું મહેકમ છે. જે મહેકમ ૮૩ના વધારા સાથે કુલ ૧૧ર સ્ટાફનું મહેકમ થશે.
જેમં જનરલ સર્જન, ફીઝીશીયજ, સ્ત્રીરોગ, બાળરોગ નિષ્ણાંત, ઓથોપેડીક સર્જન સહીત ૧૦ કલાસ અને વન અધિકારીઓ ખડેપગે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરશે.
પાટડીની આ સરકારી હોસ્પિટલના મકાનનું બાંધકામ ૧૯૮૪માં કરવામાં આવ્યું હતું. અને પેટા જીલ્લા હોસ્પિટલ માટે જુના બાંધકામોને ડીમીલીશનની કરી વર્તમાન બિલ્ડીગ બાઈલોઝ ફાયર નોર્મસ લક્ષ્ય ગાઈડલાઈન વગેર નિયમો મુજબના ફેઈઝ વાઈઝ નવા બાંધકામો કરાશે. અગાઉની ૩૦ પથારીની પાટડીની આ સરકારી હોસ્પીલને અપડેઠ કરી ૧૦૦ પથારીની ૩ માળની અત્યાધુનીક નવીન હોસ્પિટલ બનશે.
જેમાં દરેક માળ પર લીફટની સુવિધા રેમ્પ વિશાળ પેસેજ તથા વેઈટીગ એરીયા સ્ત્રી-પુરુષ ટોઈલેટ સાથે આ આધુનીક હોસ્પિટલના ફાયર ફાઈટીગની કામગીરી, પ્લાનીગ ડ્રેનેજ કામ ફર્નીચર ઈલેકટ્રીકનું કામ સબસ્ટેશન સાથે સીસીટીવી લીફટ સાઈનેજીસ વગેરેની અધતન સુવિધા સાથે ઉપલબ્ધ થશે.