Western Times News

Gujarati News

પઠાણે તોડ્યો બાહુબલી ૨ અને KGFનો રેકોર્ડ

મુંબઈ, શાહરૂખ ખાને પઠાણ દ્વારા ફિલ્મી પડદે ચાર વર્ષ બાદ વાપસી કરી છે. લાંબા સમયથી ફેન્સ શાહરૂખ ખાનને ફિલ્મી પડદે મિસ કરી રહ્યા હતા. પઠાણની રિલીઝ બાદ ફેન્સનો ઈંતેજાર સફળ થતો દેખાઈ રહ્યો છે. કેટલાય દિવસોથી ફિલ્મને લઈને બબાલ થઈ રહી હતી.

ફિલ્મના બોયકોટની માગ ઉઠી રહી હતી. દેશભરમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. જાેકે, ૨૫ જાન્યુઆરીએ ‘પઠાણ’ રિલીઝ થઈ ત્યારે પણ કેટલાક સ્થળોએ હિન્દુ સંગઠનોએ ફિલ્મનો વિરોધ કર્યો અને ફિલ્મમાં લાગેલા પોસ્ટર્સ પણ ફાડી નાખ્યા.

પરંતુ ઓપનિંગ ડે પર જ શાહરૂખ પ્રત્યેનો પ્રેમ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવ્યો અને બોક્સઓફિસના આંકડા પણ આ વાતની સાક્ષી પૂરે છે. ‘પઠાણ’ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સઓફિસ પર ‘બાહુબલી ૨’નો રેકોર્ડ તોડી નાખ્યો છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ઓપનિંગ ડે પર જ ૫૧ કરોડ રૂપિયાની રેકોર્ડ તોડ કમાણી કરી છે.

‘પઠાણ’ને દર્શકોની સાથે ક્રિટિક્સ પણ વખાણી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવા કેટલાય વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં દર્શકો થિયેટરમાં નાચતા અને સીટીઓ વગાડતાં દેખાઈ રહ્યા છે. પઠાણ પાસે જે અપેક્ષા હતી તેના પર ખરું ઉતર્યું છે.

ફિલ્મના શો ૨૫ જાન્યુઆરીએ સવારે છ વાગ્યાથી શરૂ થયા હતા અને મોડી રાતે ૧૧.૩૦ સુધી ચાલ્યા હતા. સવારથી રાત સુધીના બધા જ શો હાઉસફુલ રહ્યા હતા. કેટલીય જગ્યાએ તો ફિલ્મની ટિકિટ મળવી પણ મુશ્કેલ થઈ હતી.

નોન-હોલિડે પર રિલીઝ થનારી બધી જ ફિલ્મોનો રેકોર્ડ ‘પઠાણ’ રેકોર્ડ માર્જિનથી તોડી નાખ્યો છે. અત્યાર સુધી નોન-હોલિડે ફિલ્મમાં ‘બાહુબલી ૨’એ સૌથી મોટું ઓપનિંગ કર્યું હતું. પરંતુ હવે ‘પઠાણ’ તેને પછડાટ આપી છે. ઓપનિંગ મામલે ‘પઠાણે’ ૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વૉર’ને પણ પાછળ છોડી છે.

આ ફિલ્મે રિલીઝ ડે પર ૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો ‘કેજીએફ’ને પણ ‘પઠાણે’ પાછળ છોડી છે. યશ સ્ટારર આ ફિલ્મે ૫૨ કરોડ રૂપિયા કમાયા હતા પરંતુ ફિલ્મ હોલિડે પર રિલીઝ થઈ હતી.

જાે ‘પઠાણ’ ૨૬ જાન્યુઆરીએ નેશનલ હોલિડેના દિવસે રિલીઝ થઈ હોત તો ‘કેજીએફ’નો રેકોર્ડ ના તોડી શકી હોત. પરંતુ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થતાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. હવે આગામી દિવસોમાં લોન્ગ વીકએન્ડ હોવાથી ફિલ્મને ખાસ્સો ફાયદો થવાનો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.