માતંગી માતાજીના પાટોત્સવની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ) હળવદ, હળવદમા વસતા મોઢવણિક તેમજ મોઢ બ્રાહ્મણો દ્વારા મોઢેરા સ્થિત તેમના આરાધ્ય એવા કુળદેવી શ્રી માતંગી માતાજી (મોઢેશ્વરી માઁ)ના પ્રાગટ્યોત્સવ નિમિતે આજરોજ મોઢ વણિક જ્ઞાતિની વાડી ખાતે માતાજીના પૂજન-અર્ચન,ચંડી પાઠ,થાળ,આરતી કરી કેક કાપી માઁના પ્રાગટ્યોત્સવની ઉજવણીની સાથોસાથ ભોજન પ્રસાદનુ આયોજન કરી,ભવ્ય ઉજવણી કરી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સુનિલભાઈ પટેલ, બીપીનભાઈ પરીખ,નરેન્દ્રભાઈ વોરા,પ્રતિકભાઇ પરીખ,વીરેનભાઈ પટેલ, હરીશભાઈ ગાંધી, રજનીભાઈ પરીખ, હર્ષભાઈ, ધર્મેશભાઈ શાહ, દીપકભાઈપટેલ, નરેન્દ્રભાઈ ગાંધી,ચંદનભાઈ પરીખ ,સંજયભાઈ ગાંધી,પરાગભાઇ શાહ, વિભાકરભાઈ પરીખ, સુનિલભાઈ પરીખ,ભરતભાઈ વ્યાસ, ભાવેશભાઈ ત્રિવેદી,ભારતીબેન મેહતા સહીત સર્વે ઍ જેહમત ઉઠાવી હતી.