Western Times News

Gujarati News

પાવાગઢ પર્વત પર વાદળોની ઉતરી આવતા મીની કાશ્મીર જેવું વાતાવરણ

હાલોલ, પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદી માહોલ મા પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઉઠતા જાણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હતી. જીલ્લા તેમજ અન્ય શહેરોમાંથી પણ ચોમાસામા આ મીની કાશ્મીર જેવા દશ્યોનો નજારો માણવા પાવાગઢ ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્‌યા હતા.

હાલમા વરસાદને કારણે પાવાગઢ પર્વતની આસપાસ લીલીછમ દ્‌શ્યો જોવા મળી રહ્યા હતા. પ્રવાસીઓ તેનો આનંદ ઉઠાવી રહ્યા હતા. દક્ષિણ પંચમહાલમાં ચોમાસુ જામતા સતત વરસી રહેલા વરસાદે યાત્રાધામ પાવાગઢના ડુંગર ને સોળે કળાએ ખીલવી દીધો હતો.

માચી સુધીના ડુંગર ઉપર વાદળો ઉતરી આવતા અહીં વરસતા વરસાદ સાથે પ્રાકૃતિક સુંદરતાનો આનંદ લૂંટવા યાત્રાળુઓ ની સાથે સાથે પ્રવાસીઓ પણ આવી રહ્યા હતા. વરસેલા વરસાદ બાદ ડુંગર ઉપર જાણે સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યોમાં પ્રવાસીઓ મન મુકીને ભીંજાતા જોવા મળ્યા હતા.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે દક્ષિણ પંચમહાલના ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડાના વિસ્તારો માં ચોમાસુ સક્રિય બનતા જ આ સમગ્ર વિસ્તારે જાને લીલી ચાદર ઓઢી હોય તેવો ભાસી રહ્યો છે.

શહેરની ભાગદોડ ભરી જીંદગીથી થાકેલા અને કંટાળેલા અને શાંતિની શોધમાં ભટકાતા અનેક પ્રકૃતિને નજીકથી માણવાની ઈચ્છા ધરાવતા અને શહેરીજનો માટે આ વિસ્તાર જાને સ્વર્ગ સમાન બન્યો છે.છેલ્લા બે દિવસ થી સમયાંતરે વરસી રહેલા વરસાદને પગલે પાવાગઢ ડુંગર ઉપર વાદળો ની ફૌજ ઉતરી આવતા ડુંગર ઉપર ઝીરો વિઝીબિલિટી જેવી સ્થિતિ ઉભી થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.