પાવાગઢ યાત્રા ધામ ખાતે કાર્યરત રોપ-વેની ચકાસણી માટે મોકડ્રીલ હાથ ધરાઈ

પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રા ધામ ખાતે કાર્યરત રોપ – વે સર્વિસ ખાતે ઇમરજન્સીના સમયે કરવામાં આવતી કામગીરીની ચકાસણી માટેની મોક એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી.
સબબ કાર્યક્રમમાં પાવાગઢ ખાતે આવેલ રોપ- વે સેવા ખોટકાતા સવાર મુસાફરોનો કઈ રીતે બચાવ કરવો તથા તેમને રોપ- વે કેબિન માંથી સુરક્ષિત નીચે ઉતરવાની સ્ટાન્ડર્ડ ઓપરેશન પોલિસી ની ચકાસણી કરવામાં આવી.
આ મોકડ્રીલ જિલ્લા ડિઝસ્ટર એકમ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું તથા એનડીઆરએફ, મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડેમી તથા પાવાગઢ રોપ- વે ખાતેની ઇમરજન્સી ક્વીક રિસપોન્સ ટીમ દ્વારા સાથે મળી આ મોકડ્રિલ નું સંચાલન કરવામાં આવ્યુ હતું.