પવન કલ્યાણ એક ફિલ્મ માટે ૫૦ કરોડ ફી ચાર્જ કરે છે
મુંબઈ, પવન કલ્યાણને લોકો પાવર સ્ટાર પણ કહે છે. પવન કલ્યાણ પર અનેક લોકો ફિદા છે. ચારે બાજુ લોકો પવન કલ્યાણના વખાણ કરી રહ્યા છે. પવન કલ્યાણે એકથી એક ચઢિયાતી સુપર હિટ ફિલ્મો આપી છે જેમાં Thammudu, tholi prema, badri, kushi, jalsa, panjaa, gabbar singh, attarintiki daredi જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. આજે પવન કલ્યાણનો જન્મ દિવસ છે. પવન એક રાજા જેવી જીંદગી જીવી રહ્યા છે.
એક ખબર અનુસાર પવન કલ્યાણ એક ફિલ્મમાં કામ કરવા માટે મેકર્સ પાસેથી ૫૦ કરોડ રૂપિયાની ફી વસુલે છે. પહેલાં કલ્યાણ ૧૦ થી ૧૨ કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા. વર્ષ ૨૦૨૧માં વકીલ સાહબ ફિલ્મની સફળતા પછી પવને ફીમાં અનેક ઘણો વઘારો કરી દીધો હતો. પવન કલ્યાણની માસિક કમાણી ૧.૫ કરોડ રૂપિયા છે.
દર વર્ષે ૧૮ કરોડ રૂપિયાની કમાણી કરે છે. આ બ્રેન્ડ એન્ડોર્સમેન્ટ પાસેથી પણ મોટી કમાણી કરે છે. પવન કોઇ બ્રાન્ડને પ્રમોટ કરે છે તો ૪ કરોડ રૂપિયાની સુધી ફી વસુલે છે. પાવર સ્ટાર પવન કલ્યાણ માત્ર શાનદાર એક્ટર જ નહીં, પરંતુ પ્રોડ્યુસર પણ છે.
હૈદરાબાદમાં અનેક પ્રકારની પ્રોપર્ટીજ છ. જુબલી હિલ્સમાં પવનનો મસ્ત બંગલો છે જેની કિંમત ૧૨ કરોડ રૂપિયા છે. તેલંગાનાના રંગા રેડ્ડી ડિસ્ટ્રિક્ટમાં એક ફાર્મ હાઉસ પણ છે જેમાં કેરી અને ઓર્ગેનિક શાકભાજીની ખેતી થાય છે. બંજારા હિલ્સમાં એક ફ્લેટ છે જેની કિંમત ૧.૭૫ કરોડ રૂપિયા છે.SS1MS