પવન કલ્યાણે કહ્યું ૪૦ વર્ષ પહેલાંના હીરો જંગલ બચાવતા હતા, હવે હીરો જંગલ કાપે છે
મુંબઈ, ધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને લોકપ્રિય એક્ટર પવન કલ્યાણે સાઉથની ઈન્ડસ્ટ્રીમાં સ્મગલરને હીરો તરીકે ચીતરવાની પદ્ધતિને ખોટી ગણાવી છે. સાઉથની ફિલ્મોમાં છેલ્લા ૪૦ વર્ષ દરમિયાન હીરોની પરિભાષામાં ખૂબ બદલાવ આવ્યા હોવાનું પવનને લાગે છે.
પવન કલ્યાણે જણાવ્યું હતું કે, ૪૦ વર્ષ પહેલાના હીરો વન-જંગલની રક્ષા કરતા હતા. અત્યારના હીરો જાતે જ જંગલો કાપે છે અને સ્મગલર બને છે. હાલના સિનેમાનો હું પણ ભાગ છું અને આવી ફિલ્મો કરવાનું આકરું પડે છે. કારણ કે આવી ફિલ્મોનો અર્થ સરતો નથી.
રીલ લાઈફમાં જે કરી શક્યો નહીં, તે હવે રીયલ લાઈફમાં કરવાની ઈચ્છા છે. તેથી જ પોલિટિક્સમાં આવ્યો છે. પવન કલ્યાણનો ઈશારો અલ્લુ અર્જુન તરફ હોવાનું ઘણાં લોકો માની રહ્યા છે. કારણ કે, અલ્લુએ પુષ્પામાં ચંદનચોરનો રોલ કર્યાે છે. આ રોલના કારણે જ અલ્લુને પાન ઈન્ડિયા સ્ટારનું ટાઈટલ મળ્યું છે.
અલ્લુની ફિલ્મ રિલીઝ થતાં પહેલાં પવન કલ્યાણે આ પ્રકારની ટિપ્પણી કરતાં આશ્ચર્ય ફેલાયું છે. અલ્લુ અને પવન કલ્યાણ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હોવાની અટકળોને પણ આ ટિપ્પણી બાદ સમર્થન મળ્યું છે.SS1MS