પાયલ ઘોષે ફરી એક વિવાદાસ્પદ પોસ્ટ કરી શેર
મુંબઈ, પાયલ ઘોષનો જન્મ ૧૯૯૨માં કોલકાતામાં થયો હતો. પોલિટિકલ સાયન્સમાં સ્નાતક થયા પછી, તેમણે નાની ઉંમરે બીબીસી ટેલિફિલ્મમાં કામ કર્યું. આ પછી તે કેનેડિયન ફિલ્મમાં પણ જાેવા મળી હતી. પાયલે એક્ટિંગનો કોર્સ કર્યો હતો અને આ દરમિયાન તેને તેની પહેલી સાઉથ ફિલ્મની ઓફર મળી હતી.
સાઉથ સિનેમાથી કરિયરની શરૂઆત કરનાર પાયલે હવે બોલિવૂડમાં પગપેસારો કર્યો છે. પાયલ ઘોષે તાજેતરમાં એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું, ‘ભગવાનનો આભાર, મને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી. જાે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીએ મને લોન્ચ કરી હોત, તો તેઓ મને રજૂ કરવા માટે મારા કપડા ઉતારી દેત કારણ કે ત્યાં સર્જનાત્મકતા કરતાં સ્ત્રી શરીરનો વધુ ઉપયોગ થાય છે. પાયલે આ પોસ્ટ ૧ ઓક્ટોબરે સવારે ૮ વાગ્યે શેર કરી હતી.
આ પછી તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો. પાયલની આ પોસ્ટ બાદ બોલિવૂડ અને સાઉથની વર્કિંગ સ્ટાઈલ પર સવાલો ઉઠવા લાગ્યા છે. આ દિવસોમાં પાયલ તેની આગામી ફિલ્મ ‘ફાયર ઓફ લવઃ રેડ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે કૃષ્ણા અભિષેક જાેવા મળશે. પાયલની આ પોસ્ટે વિવાદ સર્જ્યો છે.
આ પહેલીવાર નથી જ્યારે પાયલે આવું નિવેદન આપ્યું હોય. આ પહેલા તેણીએ એક વખત પોતાના જીવનનો અંત લાવવાની પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ બાદ પણ ભારે હોબાળો થયો હતો.પાયલે એક વખત અનુરાગ કશ્યપ પર સાઉથ અને બોલિવૂડને લઈને પણ આરોપ લગાવ્યા હતા.
તેણે કહ્યું, ‘મેં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૨ નેશનલ એવોર્ડ વિજેતા નિર્દેશકો સાથે કામ કર્યું છે. આ સમય દરમિયાન તેમણે મને સ્પર્શ પણ કર્યો ન હતો પરંતુ મેં અનુરાગ કશ્યપ સાથે બોલિવૂડમાં કામ પણ કર્યું ન હતું, તેમ છતાં અમારી ત્રીજી મુલાકાત દરમિયાન તેણે મારી સાથે બળાત્કાર કર્યો હતો.SS1MS