Western Times News

Gujarati News

વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું કૃત્ય: મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV ફૂટેજ લીક કર્યા

રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી ફૂટેજ લીક થયા

(એજન્સી)રાજકોટ, ગુજરાતની હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી ફૂટેજ લીક થયા છે. આ ફૂટેજ એક વિકૃત માનસિકતા ધરાવતા શખ્સ દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આ શખ્સ ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે લોકોને અપીલ કરે છે અને ચેનલનું સબÂસ્ક્રપ્શન ૯૦૦ રૂપિયા રાખ્યું છે.

હોસ્પિટલ રાજકોટની હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલમાં સારવાર માટે જતા પહેલા ચેતજો, દર્દીઓની પ્રાઈવસીને ખતરામાં મુક્તિ ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી રેકોર્ડ કરાઈ છે.

વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું રાક્ષસી કૃત્ય સામે આવ્યું. ચેકઅપની ક્ષણો યુટ્યુબમાં સતત અપલોડ કરી રહ્યો છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાવા પણ વિકૃત અપીલ કરે છે. ટેલિગ્રામ ચેનલનું ૯૦૦ રૂપિયાનું સબÂસ્ક્રપ્સન રાખ્યું છે. અપલોડ કરાયેલ વિડીયો ગુજરાતના હોવાની શક્યતા. રાજ્યની તમામ હોસ્પિટલો-દર્દીઓની આંખ ઉઘડતો કિસ્સો છે.

દર્દીઓની ગોપનિયતાનું હનન કરતો જઘન્ય અપરાધ અંગે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. અમદાવાદ સાયબર ક્રાઈમના એસીપી હાર્દિક માકડિયાએ કહ્યું કે, ગાયનેક હોસ્પિટલમાં ચેકઅપના સીસીટીવી વીડિયો વાયરલ મામલે સાઇબર ક્રાઇમે ખુલાસા કર્યા, મેગા એમબીબીએસ નામની યુટ્યુબ ચેનલ અને ટેલીગ્રામ ગ્રુપ હેઠળ આ વીડિયોનું કૌભાંડ ચાલતું હતું.

સાઇબર ક્રાઇમે તપાસ શરૂ કરી દીધી છે. વીડિયોનું કન્ટેન્ટ શું છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. ૬ જાન્યુઆરીએ યુટ્યુબ ચેનલ બની હોવાનું સામે આવ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં ટેલીગ્રામ ચેનલ બની હતી. સાયબર ક્રાઇમે આઇટી એક્ટ ૬૬ઈ, ૬૭ કલમ હેઠળ ગુનો નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.