Western Times News

Gujarati News

પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરવાની રીત બદલાશેઃ 1 ઓગષ્ટથી મર્યાદા લાગુ થશે

(એજન્સી)નવીદિલ્હી, યુપીઆઈ વપરાશકર્તાઓ હવે સાવધાન થઈ જજો. કારણકે નેશનલ પેમેન્ટ્‌સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની નવી માર્ગદર્શિકા અનુસાર, ૧ ઓગસ્ટથી યુપીઆઈસંબંધિત મોટા ફેરફારો થવાના છે.

જો તમે પણ ફોનપે, ગૂગલ પે, ગુગલ પે અને પેટીએમ જેવી વિવિધ એપ્સ દ્વારા યુપીઆઈનો ઉપયોગ કર્યો છે, તો હવે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કેટલીક સુવિધાઓ મર્યાદિત થવા જઈ રહી છે.

વાસ્તવમાં, આ મર્યાદા તે સેવાઓ પર લાદવામાં આવશે જેનો ઉપયોગ લોકો ફોન એપ્સ દ્વારા વારંવાર કરે છે. આમાં બેલેન્સ ચેક કરવા, ઓટોપે કરવાની મંજૂરી આપવી, ટ્રાન્ઝેક્શન સ્ટેટસ જોવા વગેરે જેવી સેવાઓનો સમાવેશ થાય છે. આ પછી, યુપીઆઈ પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરવાની રીત નોંધપાત્ર રીતે બદલાઈ જશે.

એનપીસીઆઈ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યુપીઆઈ સેવાઓ પર મર્યાદા લાદવા જઈ રહી છે જેથી યુપીઆઈ નેટવર્ક પર કોઈ બિનજરૂરી ભારણ ન પડે. તમને જણાવી દઈએ કે પરિપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે બેંકો અને ચુકવણી એપ્લિકેશનોએ ખાતરી કરવી પડશે કે દરેક છૈઁં વિનંતીની ગતિ અને સંખ્યા મર્યાદિત છે.

આમાં ગ્રાહકો અને સિસ્ટમ બંને દ્વારા કરવામાં આવેલી યુપીઆઈ વિનંતીઓનો સમાવેશ થશે. જો બેંકો કે એપ્સ આનું પાલન નહીં કરે, તો દ્ગઁઝ્રૈં તેમની સામે કડક કાર્યવાહી કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.