Paytmથી બુક કરાવતા ગેસ સિલિન્ડર મળી શકે ફ્રી
નવી દિલ્હી: એલપીજી સિલિન્ડર બુકિંગ માટે મોટી સંખ્યામાં લોકો પેટીએમPaytmનો ઉપયોગ કરી રહ્યા છે. પેટીએમ હવે એલપીજી સિલિન્ડર બુકિંગ માટે દેશના સૌથી મોટા પ્લેટફોર્મ બની ગયું છે. પેટીએમ પોતાના ગ્રાહકો માટે થોડાક દિવસના અંતરાળમાં અનેક ઓફર લઈને આવતું રહે છે
Paytmદ્બએ રાંધણ ગેસ ગ્રાહકો માટે ફરી એક વાર શાનદાર ઓફર રજૂ કરી છે. જાે તમે Paytm ની આ ઓફરનો ઉપયોગ કરો છો તો તમે ઓછામાં ઓછા એક ગેસ સિલિન્ડરના પૈસા બચાવી શકો છો. એટલે કે આપને ફ્રીમાં એલપીજી ગેસ સિલિન્ડર મળી શકે છે.
આ ઓફરનો ફાયદો માત્ર એ લોકોને આપવામાં આવશે જેઓ પહેલીવાર ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી રહ્યા છે. ઓફરનો ફાયદો ઉઠાવવા માટે સૌથી પહેલા આપને પોતાના મોબાઇલમાંડાઉનલોડ કરવું પડશે. જાે તમે ગેસ સિલિન્ડરને બુક કરાવો છો તો આપને ભારે કેશબેક મળી શકે છે.
આપને પોતાનું ગેસ સિલિન્ડરબુક કરવો પડશે. ત્યારબાદ આપને ૭૦૦ રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. આ લાભ પહેલીવાર ગેસ સિલિન્ડર બુકિંગ પર જ મળી રહ્યો છે.
આ ઓફર ત્યારે કામ કરશે જ્યારે આપની બુકિંગ અમાઉન્ટ ૫૦૦ રૂપિયા કે તેનાથી વધુ હશે. આ ઓફર માત્ર ૩૧ જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવી છે. જ્યારે તમે પેમેન્ટ કરશો ત્યારે આપને એક સ્ક્રેચ કૂપન મળશે. આ કૂપન બુકિંગના ૨૪ કલાકની અંદર આપને મળી જશે.
આ કૂપનને તમારે ૭ દિવસની અંદર ખોલવાની રહેશે. ત્યારબાદ આપના એકાઉન્ટમાં કેશબેક થઈ જશે. ૫૦૦ રૂપિયા સુધીના આ કેશબેક પેટીએમ એપના માધ્યમથી પહેલી વાર એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવનારા ગ્રાહક પણ મેળવી શકે છે.