PayTmનો ₹ 18,300 કરોડનો IPO 8 નવેમ્બરે ખુલશે
ભારતની મોટી પેમેન્ટ એગ્રીગેટર કંપની PayTmની ₹18,300 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) 8 નવેમ્બરે ખુલશે. Paytmનો IPO, જે One97 કોમ્યુનિકેશન્સ તરીકે ઓળખાય છે, તેમાં ₹8,300 કરોડનો નવો ઈશ્યુ અને સ્થાપક વિજય શેખર દ્વારા ₹10,000 કરોડના વેચાણની ઓફરનો સમાવેશ થશે. કંપનીએ પ્રાઇસ બેન્ડ ₹2,080-2,150 નક્કી કરી છે.
અને એક લોટમાં 6 શેર મળશે. પ્રાઇમરી માર્કેટ ઓફર 10 નવેમ્બરના રોજ બંધ થશે અને શેર BSE અને NSE પર લિસ્ટેડ થવાની શક્યતા છે.
ઈસ્યુ દિવાળી પછી 8 નવેમ્બર, 2021ના રોજ ખુલશે અને 10 નવેમ્બરના રોજ બંધ થશે. Paytm IPO એ કોલ ઈન્ડિયાના ઈતિહાસમાં સૌથી મોટો પ્રાઇમરી માર્કેટ ઈશ્યુ હશે.
કોલ ઈન્ડિયાએ એક દાયકા પહેલા ₹15,000 કરોડ એકત્ર કર્યા હતા. રોકાણકારોના હિતમાં વધારો થતાં તે રકમને સુધારીને ₹18,300 કરોડ કરી છે. જેમાં 8300 કરોડ ફ્રેશ ઈશ્યુ અને 10000 કરોડ ઓફર ફોર સેલનો હિસ્સો રહેશે.
વિજય શેખર શર્મા ઉપરાંત, એન્ટ ફાઇનાન્શિયલ, અલીબાબા અને SAIF III મોરિશિયસ કંપની પ્રાથમિક બજાર ઓફર દ્વારા Paytmમાં તેમનો હિસ્સો ઉતારશે.
નોઇડા સ્થિત કંપની પ્રાથમિક આવકનો ઉપયોગ ગ્રાહક અને વેપારી સંપાદન માટે, નવી વ્યાપાર પહેલમાં રોકાણ કરવા અને વ્યૂહાત્મક ભાગીદારી માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.
ભારતમાં હાલમાં 400 થી 450 મિલીયન ઈન્ટરનેટ યુઝર્સ છે અને લગભગ મોબાઈલ પેમેન્ટ દ્વારા 46 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થાય છે. જે 2026 સુધીમાં 230 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેકશન થાય તેવી સંભાવના છે.